GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આર્થિક વૃદ્ધિદર નેગેટિવ રહેવાની આશંકા, રેપોરેટમાં ઘટાડા પછી આરબીઆઈની કબૂલાત

rbi

દેશમાં કોરોના વાઈરસની આર્થિક અસરો અપેક્ષા કરતાં વધુ ખરાબ રહેવાની સંભાવના છે. કોરોના વાઈરસની મહામારી અને લૉકડાઉનમાં રાહતોની વિપરિત અસરોના પગલે એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ના વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહેવાની સંભાવના છે તેમ દેશની આર્થિક વૃદ્ધિ માટેની સૌપ્રથમ સત્તાવાર આગાહીમાં સેન્ટ્રલ બેન્કે જણાવ્યું હતું. દેશમાં પહેલી વખત લગભગ બે નાણાકીય વર્ષ પૂરા થઈ જવા છતાં વાર્ષિક વિકાસ દરનું લક્ષ્ય નક્કી કરી શકાયું નથી.

રેપો

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે સૌથી મોટો ફટકો પ્રાઈવેટ કન્ઝમ્પ્શનને વાગ્યો છે. કન્ઝ્યુમર ડયુરેબલ્સનું ઉત્પાદન માર્ચ ૨૦૨૦માં ૩૩ ટકા ઘટી ગયું હતું. બીજીબાજુ મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ૩૦ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું હતું. આ સમયમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો આવ્યો હતો. મોટાભાગના ઔદ્યોગિક રાજ્યો રેડ ઝોનમાં છે. કેપિટલ ગૂડ્સનું ઉત્પાદન ૩૬ ટકા ઘટયું હતું.ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારી ફાટી નીકળી તે પહેલાં પણ ભારતીય અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું હતું. આરબીઆઈએ ૨૦૧૯-૨૦માં ભારતનો વૃદ્ધિદર ૪.૯ ટકા રહેવાની આગાહી કરી હતી, જે છેલ્લા દાયકામાં સૌથી ધીમી ગતિ દર્શાવે છે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!