GSTV
India ટોપ સ્ટોરી

પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-2નું પરીક્ષણ, 2000 કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા

ભારતીય સેનામાં સામેલ થઈ ચુકેલી અગ્નિ-2 મિસાઈલનું વધુ એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બે હજાર કિલોમીટરની રેન્જ ધરાવતી અગ્નિ-2 મિસાઈલ હજાર કિલોગ્રામ સુધીના પરમાણુ હથિયારનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-2 મિસાઈલની રેન્જમાં પાકિસ્તાનના તમામ મહત્વપૂર્ણ સ્થાનો આવી જાય છે.

ભારતે મંગળવારે મધ્યમ અંતરની પરમાણુ ક્ષમતાથી સંપન્ન મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલની મારક ક્ષમતા બે હજાર કિલોમીટરની છે.

જમીન પરથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-2 મિસાઈલનું મંગળવારે સવારે 8 વાગ્યે અને 38 મિનિટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ભારતીય સેનાની સ્ટ્રેટજીક ફોર્સિસ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ વખતે ડીઆરડીઓ દ્વારા મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

20 મીટર લંબાઈ ધરાવતી અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું વજન 17 ટન છે. તેના દ્વારા એક હજાર કિલોગ્રામ સુધીના પરમાણુ હથિયાર લઈ જઈ શકાય તેમ છે. અગ્નિ-2 મિસાઈલની રેન્જ બે હજારથી વધારીને ત્રણ હજાર કિલોમીટર સુધી કરી શકાય છે. અગ્નિ-2 મિસાઈલને 2004માં 14 વર્ષ પહેલા ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે. અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ ધરાવતી અગ્નિ-2 મિસાઈલમાં શ્રેષ્ઠ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ છે.

અગ્નિ મિસાઈલ શ્રેણીમાં અગ્નિ-1, 700 કિલોમીટરની રેન્જ ધરાવે છે. અગ્નિ-2 બે હજાર કિલોમીટર, અગ્નિ-3 અને અગ્નિ-4 3500 કિલોમીટર અને અગ્નિ-5 પાંચ હજાર કિલોમીટરની રેન્જ ધરાવે છે. અગ્નિ-2 પ્રોટોટાઈપ મિસાઈલનું પહેલું પરીક્ષણ 11 એપ્રિલ-1999ના રોજ અને આખરી પરીક્ષણ 4 મે-2017ના રોજ કરવામાં આવ્યું હતું.

પરમાણુ ક્ષમતાથી સજ્જ સ્વદેશી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

Related posts

નજર સામે ડુબી રહેલા યુવકો બચાવી ન શકાયા, ગરબા-મૂર્તિનું વિસર્જન કરવા જતા નદીમાં ડુબી જતા ત્રણ યુવકોના મોત

pratikshah

કોરોનાનો કાળ ક્યારે કેડો છોડશે ? ગુરૂવારે પણ કોરોનાના કેસો વધ્યા 24 કલાકમાં 2,529 નવા કેસ

pratikshah

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah
GSTV