GSTV

ભારત માટે ચિંતાનો વિષય: તાલિબાની આંતકીઓ મોટા હુમલાની ફિરાકમાં, સુરક્ષા એજન્સીઓનું એલર્ટ

Last Updated on September 23, 2021 by Pritesh Mehta

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ભારતને જે ડર હતો તે જ હવે થઈ રહ્યુ છે. અફઘાનિસ્તાનના કેટલાક આંતકીઓ ભારતમાં ઘુસ્યા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યુ છે. આ આતંકીઓ દ્વારા કોઈ મોટા હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આતંકિઓના નિશાન પર સેનાના કેમ્પ કે મોટી સરકારી સંસ્થાઓ હોવાની શક્યતા છે.

રિપોર્ટ પ્રમાણે ઉરી સેક્ટરમાં બોર્ડર પરની ફેન્સિંગનો એક હિસ્સો કાપીને આતંકીઓને ઘૂસાડવામાં આવ્યા છે. અફઘાન આતંકીઓને ઘુસાડીને પાછા ફરી રહેલા પાકિસ્તાની આતંકીઓની સુરક્ષાદળો સાથે અથડામણ થઈ હતી. જેમાં એક ભારતીય જવાન ઘાયલ થયો હતો. જોકે આ દરમિયાન સેનાને કેટલાક હથિયારો પણ મળી આવ્યા હતા.

તાલિબાન

એલર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાંચ અફઘાન આતંકીઓએ ભારતમાં ઘૂસણખોરી કરી છે. સેના દ્વારા હાલમાં ઉરી સેક્ટરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે આ અફઘાની આતંકીઓ હોવાથી કાશ્મીરના લોકોમાં ભળવામાં તેમને મુશ્કેલી પડશે તેવુ સેનાનુ માનવુ છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!