GSTV
Home » News » રશિયા સાથેથી એસ-400 સિસ્ટમ લીધી તો સંરક્ષણ સંબંધો પર ગંભીર અસર: ટ્રમ્પ

રશિયા સાથેથી એસ-400 સિસ્ટમ લીધી તો સંરક્ષણ સંબંધો પર ગંભીર અસર: ટ્રમ્પ

વોશિંગ્ટન ભારત દ્વારા રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય સંરક્ષણ સંબંધો પર ગંભીર અસર પાડી શકે છે, તેવી ચેતવણી ટ્રમ્પના વહીવટીતંત્રએ ઉચ્ચારી હતી. એસ-૪૦૦ને રશિયાની સૌથી એડવાન્સ્ડ લોંગ રેન્જ સરફેસ-ટુ-એર-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે.

ચીન આ મિસાઇલ સિસ્ટમ ખરીદનાર સૌપ્રથમ ફોરેન કન્ટ્રી હતી. તેણે ૨૦૧૪માં ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડીલમાં આ સિસ્ટમ ખરીદી કરી હતી. ભારત અને રશિયાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા કરાર કર્યો હતો, તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુટિન વચ્ચે વ્યાપક મંત્રણા થઈ હતી. વિદેશ વિભાગના સિનિયર અધિકારીએ પત્રકારોના જૂથને જણાવ્યું હતું કે નવી દિલ્હીનો મોસ્કો પાસેથી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય મહત્વનો છે, તેઓ તે વાત સાથે સંમત થતા નથી કે આ ડીલ ખાસ મોટું નથી.

સત્તાવાર અસમહતી અંગે વલણ હતુ કે ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ ખરીદે તેની અમેરિકા પાસેથી થનારી લશ્કરી ખરીદી પર કોઈ અસર નહી પડે. અધિકારીએ જણાવ્યું હતું કે હું સંમત થતો નથી. એસ-૪૦૦ મહત્વનું છે, કારણ કે કાટ્સાના પ્રતિબંધો છે. આ સિવાય ભાવિ-હાઈ-ટેક કોઓપરેશનને ધ્યાનમાં રાખીને પણ તે મહત્વનું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલના પરિણામે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવામાં આવી શકે છે.

કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થ્રો સેન્ક્સન્સ એક્ટ (કાટ્સા) હેઠળ યુએસ કોંગ્રેસે રશિયા પાસેથી શસ્ત્રોની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે જો ભારત એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના સોદામાં આગળ વધે તો તેની સંરક્ષણ સંબંધો પર ગંભીર અસર પડી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તે વાતે સ્પષ્ટ છે કે કોઈપણ એડવાન્સ્ડ રશિયન ટેકનોલોજી ખરીદવાનો સીધો અર્થ રશિયાને ખોટો સંદેશો જાય તે છે, તેમા પણ તે આક્રમક વલણ દાખવી રહ્યુ છે ત્યારે આવું ન થવું જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Read Also

Related posts

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!