GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સુષ્મા સ્વરાજ નહીં બને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી, મહેમાનો વચ્ચે લીધી જગ્યા

Sushma Swaraj

મોદી સરકારની પહેલી લોકસભામાં વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ હવે સુષ્મા સ્વરાજ મોદી સરકારની બીજી ટર્મની સરકારમાં મંત્રી નહીં બને. મોદી સરકારના બનનારા મંત્રીઓ જ્યાં બેઠા છે તેની જગ્યાએ તેમણે મહેમાનો વચ્ચે પોતાની જગ્યા લીધી છે. જેના કારણે મોદી સરકારની બીજી ગવર્મેન્ટમાં નવા વિદેશ પ્રધાન જોવા મળશે.

સુષ્મા સ્વરાજે આ વખતે લોકસભાની ચૂંટણી પણ નહોતી લડી. જો કે તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન ઘણા સારા કામો કર્યા હતા. તેમણે ટ્વીટર દ્રારા ભારતીયોની મદદ કરી હતી જેના કારણે તેમની છબી ઉભરી હતી અને લોકોના નેતા બન્યા હતા. આ ઉપરાંત પુલવામાં હુમલા વખતે તેમણે પાકિસ્તાનને વિદેશોમાં ઘેરવામાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું. પરંતુ આ વખતે સુષ્મા સ્વરાજ મોદી સરકારમાં વિદેશ મંત્રી કે કોઈ પણ ખાતુ નહીં સંભાળે.

ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ અટલ બિહારી વાજપેયીની સરકારથી ભાજપમાં હતા. તેમણે વિપક્ષ નેતા તરીકે વિરોધીઓને પોતાના ભાષણથી સંસદમાં પણ ધેર્યા હતા. ત્યારે આ વખતે મોદી ગવર્મેન્ટને પણ એક સફળ અને સ્વચ્છ કહી શકાય તેવા વિદેશ પ્રધાનની ખોટ વર્તાશે.

READ ALSO

Related posts

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva

બાથરૂમ સેલ્ફીને કારણે ચાહત ખન્ના ચર્ચામાં, ગરીબો માટે એક ટંક ભોજનના ત્યાગની પણ વાત કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!