GSTV

મોબાઈલ બેટરીનો જરૂરી લિથિયમનો 14 હજાર ટન જથ્થો ભારતમાંથી મળ્યો

મોબાઈલ ફોનમાં બેટરી લિથિયમ આયનની બનેલી હોય છે. લિથિયમ એ દુર્લભ ધાતુ છે. આ દુર્લભ ધાતુનો 14,100 ટન જેટલો જથ્થો બેંગાલુરૂ પાસે પેટાળમાં હોવાનું જાણવા મળ્યું છે. ‘એટોમિક એનર્જી કમિશન’ના વિભાગ ‘એટોમિક મિનરલ ડિરોક્ટરેટ’ના સંશોધકોએ આ જથ્થો શોધી કાઢ્યો છે. મોબાઈલ ફોન ઉપરાંત તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ કે જેમાં બેટરી હોય એ મોટે ભાગે લિથિયમ આયન બેટરીથી જ ચાલતા હોય છે. માટે આ ધાતુના જથ્થાની શોધ ભારત માટે મહત્ત્વપૂર્ણ ઘટના છે.

લિથિયમ અતિ દુર્લભ ધાતુ

ભારતે પોતાની જરૂરનું તમામ લિથિયમ આયાત કરવું પડે છે. 2019ના નાણાકિંય વર્ષમાં જ ભારતે 1.2 અબજ ડૉલર (85 અબજ રૂપિયા)ની લિથિયમ આયન બેટરી આયાત કરી હતી. આ ધાતુનો જથ્થો બેંગાલુરૂથી સોએક કિલોમીટર દૂર આવેલા માંડિયાની ધરતીમાંથી મળી આવ્યો છે. લિથિયમ અતિ દુર્લભ ધાતુ છે, બીજી તરફ તેની ડિમાન્ડ સતત વધતી જાય છે.

ભારત લિથિયમની આયત પર નિર્ભર

અત્યારે ભાગ્યે જ કોઈ ઘર એવુ હશે કે જ્યાં આ બેટરીની હાજરી ન હોય. બીજી તરફ ભારતમાં અત્યાર સુધી લિથિયમનો જથ્થો શોધવાનો સરકાર દ્વારા જોઈએ એવો પ્રયાસ થયો નથી. માટે ભારત લિથિયમની આયાત પર નિર્ભર છે. આખી દુનિયા અને ભારત ક્લિન એનર્જી પર ભાર મુકી રહ્યા છે. એ માટે વધુને વધુ બેટરીઓની જરૂર પડશે. કેમ કે વાહનો દ્વારા મોટુ પ્રદૂષણ થાય છે. તેનું સ્થાન લેવા માર્કેટમાં ઈલેક્ટ્રોનિક વાહનો આવી રહ્યા છે.

આ વાહનો બેટરી દ્વારા જ ચાલે છે. આ બેટરીને કારણે જ વાયરલેસ ગેેજેટનો યુગ પણ આવ્યો છે. ઘડિયાળમાં વપરાતા નાનકડા સેલથી માંડીને સોલાર પાવરના સંગ્રહ માટે કદાવર બેટરીઓનો ઉપયોગ જગવ્યાપક ધોરણે થાય છે. એટલે જ આ બેટરીનું મહત્તવ પારખીને 2019ના વર્ષનું કેમેસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ બેટરીના ત્રણ સંશોધકોને આપવામાં આવ્યુ હતું.

દેશ જથ્થો (ટન)
ચીલી 86લાખ
ઓસ્ટ્રેલિયા 28 લાખ
આર્જેન્ટિના 17 લાખ
ચીન 10 લાખ
70 હજાર
પોર્ટુગલ 60 હજાર

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!