GSTV

400 કિલોમીટર સુધી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ચીન અને પાકિસ્તાનમાં તબાહી મચાવી દેશે, રશિયા સાથેનું છે સંયુક્ત સાહસ

Last Updated on September 30, 2020 by Ankita Trada

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના નવા વર્ઝનનું આજે સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે. હવે બ્રહ્મોસ મિસાઈલ 400 કિલોમીટર સુધીના કોઈ પણ લક્ષ્યાંકનો સફાયો કરી શકશે. આ પરિક્ષણમાં મિસાઈલ તમામ માપદંડો પર ખરી ઉતરી હતી અને સફળતાપૂર્વક લક્ષ્ય વેધ કર્યો હતો. આ પહેલા ભારતની રિસર્ચ સંસ્થા ડીઆરડીઓ દ્વારા 2019ના સપ્ટેમ્બર મહિનામાં આ જ મિસાઈલના 290 કિલોમીટર સુધી માર કરવાની ક્ષમતા ધરાવતા વર્ઝનનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.

બીજુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ

આ ટેસ્ટ માટે મિસાઈલમાં ભારતમાં જ બનેલા બૂસ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.બ્રહ્મોસના વધારે રેન્જ ધરાવતા નવા વર્ઝનનુ આ બીજુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયાએ સંયુક્ત રીતે ડેવલપ કર્યુ છે. જે ભારતની નૌસેના અને વાયુસેનામાં પહેલેથી સામેલ છે. બ્રહમોસના લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતા પહેલાં વર્ઝનનું પરિક્ષણ 2017માં કરાયું હતું. તે વખતે બ્રહ્મોસે 490 કિલોમીટર દુરનું લક્ષ્ય વિંધ્યું હતું.

બીજુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ હોવાના કારણે તેને ખીદવામાં ફિલિપાઈન્સ અને વિયેતનામ જેવા દેશોને પણ રસ પડ્યો છે. બ્રહ્મોસ દુનિયાની એક માત્ર ક્રુઝ મિસાઈલ છે જે સુપરસોનિક ઝડપથી લક્ષ્યાંક તરફ આગળ વધી શકે છે.

READ ALSO

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!