ભારતે MP-ATGM મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ,જાણો ખાસિયત

https://www.gstv.in/india-successfully-tested-the-mp-atgm-ie-man-portable-anti-tank-guided-missile/

ભારતે એમપી-એટીજીએમ એટલે કે મેન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનો ઉપયોગ બોર્ડર પર તૈનાત જવાનો પણ કરી શકે છે. ડીઆરડીઓ દ્વારા રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

એમપી-એટીજી મિસાઇલની રેન્જ બેથી ત્રણ કિલોમીટરની છે. જે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં દુશ્મનને તબાહ કરવાની મહારત ધરાવે છે. તેની ખાસિયત એ છે કે મિસાઇલને જવાન ખંભા પર રાખીને પણ લોન્ચ કરી શકે છે.. આ મિસાઇલની એક સ્થાનેથી બીજા સ્થાને સરળતાથી હેરફેર થઇ શકે છે. આ મિસાઇલ વડે દુર્ગમ વિસ્તારોમાં દુશ્મનોની ટેંક અને અન્ય ઠેકાણાઓને ઉડાવવામાં સેનાને ઘણી મદદ મળશે. હજુ સુધી આ મિસાઇલનું નામકરણ કરવામાં આવ્યું નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter