GSTV

ભારતે કર્યુ બે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરિક્ષણ, ચીન અને પાકિસ્તાન કાંપી ઉઠ્યા

Last Updated on December 17, 2020 by Mansi Patel

ભારતે બુધવારે ઓડિશાના બાલાસોરના પૂર્વ કાંઠે બે પૃથ્વી -2 બેલિસ્ટિક મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરમાણુ સંપન્ન મિસાઇલ સપાટીથી સપાટી પર વાર કરવા માટે સક્ષમ છે. આ એક મહિનાની અંદર પૃથ્વી -2 મિસાઇલનું આ પરીક્ષણ છે. આ મિસાઈલનું પરીક્ષણ આ વર્ષે 20 નવેમ્બરના રોજ ઓડિશાનાં દરિયાકાંઠેથી કરવામાં આવ્યું હતું.

પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલને ડીઆરડીઓ દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. પૃથ્વી -2 મિસાઇલની મારક ક્ષમતા 350 કિ.મી. છે આ મિસાઇલની નાઇટ ટ્રાયલ લોન્ચ કોમ્પેલેક્સ-3થી મોબાઈલ લાઉંચરથી 7pmથી 7.15pmની વચ્ચે કરવામાં આવ્યુ છે.

આ પહેલા 1 ડિસેમ્બરે, ડીઆરડીઓ દ્વારા 300 કિલોમીટરની સ્ટ્રાઈક રેન્જની સાથે વિકસિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના એન્ટી શિપ સંસ્કરણે તેના લક્ષ્ય જહાજને એક પરીક્ષણ આગમાં સફળતાપૂર્વક તોડી પાડ્યુ હતુ.

પૃથ્વી -2 મિસાઇલની વિશેષતાઓ

પૃથ્વી -2 500 થી 1000 કિલો સુધીના શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે. સપાટીથી સપાટી પરની મિસાઇલ, જેમાં સાડા ત્રણસો  કિલોમીટરની માર કરનારી આ મિસાઈલમાં તરલ ઈંધણવાળા બે એન્જી લગાવવામાં આવ્યા છે. તે બંને પ્રવાહી અને નક્કર ઇંધણથી સંચાલિત થાય છે.

ડીઆરડીઓએ જણાવ્યું કે લોંચ કેવી રીતે થયું

આ મિસાઇલના લોકાર્પણ બાદ ડીઆરડીઓના અધિકારીએ કહ્યું હતું કે, 350 કિલોમીટરની દૂરી સુધી માર કરનારી આ મિસાઈલને આઈટીઆરનાં લોન્ચ પરિસર-3થી એક મોબાઈલ લોન્ચરથી ચલાવવામાં આવી હતી. આ પરીક્ષણને નિયમિત અભ્યાસ ગણાવતાં તેમણે કહ્યું કે મિસાઇલના લોંચ માર્ગે રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી કેન્દ્રો દ્વારા નજર રાખવામાં આવી હતી, જેણે તમામ ધોરણો હાંસલ કર્યા હતા.

નિર્માણ સ્ટોકમાંથી રેન્ડમલી આ મિસાઈલની પરીક્ષણ માટે પસંદગી કરવામાં આવી અને તેની પરીક્ષણ પ્રવૃત્તિઓ આર્મીની સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (એસએફસી) દ્વારા હાથ ધરવામાં આવી હતી જ્યારે ડીઆરડીઓ વૈજ્ઞાનિકો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

ખુશખબર/ હવે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા સાથે મળશે 3000 રૂપિયાનું ગેરેન્ટીડ માસિક પેન્શન, આજે જ કરાવો રજીસ્ટ્રેશન

Bansari

સાવધાન/ તમારા ફોનમાં ચૂપચાપ બેસેલો છે વાયરસ, આ રીતે કરો ઓળખ

Damini Patel

અગત્યનું/ સરકારી દુકાનોમાંથી રાશન લેવાના નિયમોમાં થયો મોટો બદલાવ, નવી જોગવાઇ તમારા માટે જાણવી જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!