GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

રૂપિયાવાળાના નસીબમાં હોય એ સ્ટ્રોબેરી આજે ગાયો ખાઈ રહી છે, ખેડૂતો થયા પાયમાલ

લોકો આહારમાં ફળનો ઉપયોગ કરે છે તે સાંભળ્યું છે પરંતુ હાલમાં પશુઓને પણ ફળ ખાવા મળી રહ્યા છે. દેશમાં કુપોષણની વરવી વાસ્તવિકતા સામે આ વાત પણ સત્ય છે કે ખેડૂતોએ ફળના પૂરતા ભાવ ન મળવાને કારણે સ્ટ્રોબેરી ગાયોને ખવડાવવી પડે છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ટ્રાન્સપોર્ટેશન બંધની સ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલી પણ મોટી બાબત છે. સ્ટોબેરી આજે ગાયોને ખવડાવવાનો વારો આવ્યો છે. ગાય સામાન્ય રીતે ઘાસચારો ખાય પરંતુ આજે આ તસવીર ખેડૂતોની આપવીતી બતાવી રહી છે. કે ખેડૂતોની મુશ્કેલીઓ કેટલી વધી છે.

મહારાષ્ટ્ર-કેરળના ખેડૂતો નારાજ છે

આ લોકડાઉનમાં મહારાષ્ટ્ર અને કેરળના સ્ટ્રોબેરી ખેડુતો માટે એક મોટો આંચકો લાગ્યો છે. તેઓ આજકાલ બજારમાં આ મોંઘા ઉત્પાદન પહોંચાડવા અસમર્થ છે. ઇડુકીના મુન્નાર વિસ્તારમાં સ્ટ્રોબેરી ઉગાડનારા ખેડૂતોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે બધું ચોપટ થઈ ગયું છે. ઉનાળામાં સ્ટ્રોબેરીની માંગ વધુ હેતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાએ તેમની બધી મહેનતને પાણીમાં ફેરવી દીધી છે. માંગના અભાવને લીધે આ વિસ્તારના લાખો ખેડુતોને માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે કોરોનાકાંડ જલ્દીથી સમાપ્ત થઈ જાય.

ખર્ચ હાથમાં આવશે નહીં

મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં ગાયોને સ્ટ્રોબેરી ખવડાવતા ખેડૂત અનિલ સાલુંચે કહ્યું હતું કે, “પ્રવાસીઓ અને આઈસ્ક્રીમ ઉત્પાદકો સ્ટ્રોબેરીનો મુખ્ય ખરીદદાર વર્ગ છે. પરંતુ હમણાં નથી પ્રવાસીઓ આવતા કે નથી આઈસ્ક્રીમ ઉત્પાદકો ખરીદી કરતા. ‘અનિલને તેની બે એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. તેમાં ઓછામાં ઓછા 8 લાખ રૃપિયા કમાવાની આશા હતી. પરંતુ હવે 25 હજાર રૃપિયા પણ કમાવાની આશા નથી. કારણ કે તેઓ શહેરમાં સ્ટ્રોબેરી લઈ જઈ શકતા નથી. કારણ કે હાલમાં તેની માંગ નથી.

15 ટન દ્રાક્ષને જંગલમાં ફેંકી દીધી

આ સમસ્યા માત્ર સ્ટ્રોબેરી ઉત્પાદકોની જ નથી, પરંતુ કર્ણાટકમાં દ્રાક્ષ ઉત્પાદકોની સમસ્યાઓ પણ એવી જ છે. બેંગાલુરુ નજીકના ખેડૂત મુનિશામાપ્પાએ જંગલમાં 15 ટન દ્રાક્ષ ફેંકી દીધી છે, કારણ કે તેઓ તેને બજારમાં વેચી શકતા નહોતા. દ્રાક્ષની ખેતીમાં તેણે લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. તેમણે આસપાસના ગામોના લોકોને મફતમાં આપવાનું પણ કહ્યું હતું, પરંતુ થોડા લોકો આવ્યા હતા. દેશના સૌથી મોટા દ્રાક્ષના નિકાસકાર સૈદી ફાર્મ્સના દયનેશ અગ્લે કહે છે કે, ભારતીય દ્રાક્ષની યુરોપમાં પણ નિકાસ થાય છે. પરંતુ કોરોના વાયરસના પ્રકોપને કારણે માંગમાં મોટો ઘટાડો થયો છે.

ફૂલો ઉગાડનારાઓના ચહેરા પણ મુરઝાઈ ગયા

જરબેરા, ગ્લેડિયોલસ જેવા મોંઘા ફૂલો ઉગાડનારા ખેડૂતોની જીંદગીની પણ સુગંધ ઉડી ગઈ છે. 2 એકર જમીનમાં ફૂલો ઉગાડનારા રાહુલ પવારે કહ્યું, ‘ઉનાળામાં હું એક ફૂલ 15-20 રૂપિયામાં વેચતો હતો. પરંતુ હાલમાં કોઈ પણ એક રૂપિયામાં લેવા તૈયાર નથી. ‘બીજા ફૂલ ઉગાડનારા સચિને કહ્યું કે અમારી મોટાભાગની આવક ઉનાળામાં હતી, પરંતુ આ વખતે તેને કોરોનાની નજર લાગી ગઈ છે.

READ ALSO

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!