GSTV
Home » News » વેપાર પર જોવા મળી પુલવામાની અસર: પાક. સાથેનાં સીમાપારનાં વેપારી સંબંધો પર રોક

વેપાર પર જોવા મળી પુલવામાની અસર: પાક. સાથેનાં સીમાપારનાં વેપારી સંબંધો પર રોક

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી છે.તેનાં કારણે બન્ને દેશો વચ્ચેનાં વેપાર પર જોવા મળી છે.કેન્દ્ર સરકારે આવતાકાલથી પાકિસ્તાન સાથેનાં તમામ વેપારી સંબંધો કાપવાની જાહેરાત કરી છે.જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાનાં માધ્યમથી થતી તમામ વેપારી લેવડ-દેવડનો અંત આણ્યો છે. ગૃહ મંત્રાલયનાં સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે,માહિતી મળી હતી કે સીમાપારથી વેપારનાં નામે ઘુસણખોરી કરતા તત્વો ગેરકાયદે હથિયારો,નશીલા પદાર્થો અને નકલી નોટો ભારતમાં ઘુસાડી રહ્યા છે. આ માટે તેઓ એલઓસી વેપારી માર્ગનો દુરૂપયોગ કરી રહ્યા છે.

ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર વેપાર પર 19 એપ્રિલથી પ્રતિબંધ કરવાનો આદેશ જારી કર્યો છે.. સરકારે આ પગલું એ રિપોર્ટ બાદ ઉઠાવ્યું છે કે જેમાં જણાવાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાંથી કેટલાક લોકો એલઓસીના રસ્તેથી થનારા વેપાર માર્ગનો દુરુપયોગ કરી રહ્યા છે. તેના દ્વારા ગેરકાયદે હથિયાર, નશીલા પદાર્થો અને નકલી ચલણ વગેરે ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. એનઆઈએ દ્વારા કેટલાક મામલામાં ચાલી રહેલી તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે એલઓસીના રસ્તેથી થનારા વેપારમાં કેટલાક ચિંતાજનક વેપારી કાર્યોને અંજામ આપનારા લોકો આતંકવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન આપનારા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે ઘણા નજીક જોડાયેલા છે. માટે જમ્મુ-કાશ્મીરમાં સલામાબાદ અને ચક્કા-દા-બાગમાં એલઓસી વેપારને પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

એક સપ્તાહમાં ચાર દિવસ વેપાર થાય છે

બારામુલ્લામાં ઉડીનાં સલામાબાદ અને પૂંછ જિલ્લાનાં ચક્કાદબાગ પાસે આવેલા બે કેન્દ્રો પરથી એલઓસી વેપાર કરવામાં આવે છે. આ વેપાર સપ્તાહમાં ચાર દિવસ થાય છે.આ વ્યવસાય બારટર સિસ્ટમ પર આધારિત છે અને કોઈ કસ્ટમ ડ્યૂટી નથી.

READ ALSO

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!