GSTV

ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ સિરિઝ પણ ખતરામાં : આ ખેલાડીઓ નહીં જાય શ્રીલંકા, ભારતનો ચેપ પડોશીને લાગ્યો

Last Updated on May 15, 2021 by Pritesh Mehta

ભારતમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે અને હવે ભારતના પાડોશી દેશોમાં પણ કોરોનાના કેસ વધવા માંડ્યા છે. શ્રીલંકા આ પૈકીનો એક દેશ છે જ્યાં કોરોનાની બીજી લહેર આવી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. જેના પગલે ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ સિરિઝ પણ ખતરામાં પડી ગઈ છે.

જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે ત્રણ વન ડે અને ત્રણ ટી 20 મેચ રમવાની છે. તે પહેલા જ શ્રીલંકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી આ વખતે પણ આ સિરિઝને ટાળી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ પણ આ વાતને લઈને ચિંતામાં છે. છેલ્લા એક સપ્તાહમાં શ્રીલંકામાં કોરોનાના 16,000 જેટલા નવા કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 145 લોકો જીવ પણ ગુમાવી ચુક્યા છે.

શ્રીલંકા

ભારતમાં તો કોરોનાએ ચારે તરફ તબાહી સર્જી છે. ભારતમાં રોજ લાખો નવા દર્દીઓ સામે આવી રહ્યા છે પણ હવે શ્રીલંકા જેવા નાના દેશમાં પણ કોરોનાનો પ્રસાર થવા માંડ્યો છે. ગયા વર્ષે ભારતે જુન મહિનામાં આ સિરિઝ રમવાની હતી પણ કોરોનાની પહેલી લહેરની વચ્ચે સિરિઝને મુલત્વી કરીને આ વર્ષે રમાડવાનું નક્કી કરાયું હતું પણ ફરી વખત કોરોનાના સંક્રમણને જોતા સિરિઝ પર સંકટ દેખાઈ રહ્યુ છે.

શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, કોરોના સંક્રમણ ચિંતાનો વિષય છે. જોકે બોર્ડના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, કોરોના દરમિયાન શ્રીલંકાએ સફળતાપૂર્વક ઈંગ્લેન્ડ સામેની સિરિઝ રમાડી હતી. અમને વિશ્વાસ છે કે, ભારત સામેની સિરિઝ અમે રમાડી શકીશું. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે હાલના તબક્કે તો ભારતીય ટીમને શ્રીલંકા મોકલવાનું નક્કી કરેલું છે. જોકે આ ટીમમાં કોહલી, રોહિત શર્મા અને ઈશાંત શર્મા તથા જસપ્રીત બુમરાહ સામેલ નહીં થાય. આ દરમિયાન તેઓ ઈંગ્લેન્ડમાં હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!