GSTV
Home » News » વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી તક

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી તક

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી કેપ્ટન રહેશે જ્યારે રોહિત શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે, ટેસ્ટ અને ટી ટ્વેન્ટીની ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત માટે સૌથી મોટી મુસીબત વનડેમાં ધોનીનો વિકલ્પ શોધવાની હતી કારણ કે ધોની બે મહિનાનો બ્રેક લઈ ભારતીય સૈનિકો સાથે રહેવા જવાનો છે. આ માટે ધોનીના વિકલ્પ તરીકે ટીમમાં રિષભ પંતને સમાવવામાં આવ્યો છે. ભારતની ત્રણે ફોર્મેટની ટીમ પર નજર કરવામાં આવે તો….

વનડે ટીમની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રોહિત શર્માને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. શિખર ધવન ફિટ થઈ જતા ઓપનિંગ બેટ્સમેનની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. સાથે યુવા ફોજમાં કે એલ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર સહિતના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ખલીલ અહેમદ અને નવદીપ સૈનીની અવેજી ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. બોલિંગમાં પણ રવિન્દ્ર જાડેજાને ન્યૂઝિલેન્ડ સામેના તેના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ટીમમાં લેવામાં આવ્યો છે. અનુભવી ભૂવનેશ્વર, શમીની પસંદગી કરવામાં આવી છે. તો વિકેટ કિપરમાં ધોનીને રિષભ પંતે રિપ્લેસ કર્યો છે.

વનડેની માફક જ ટી ટ્વેન્ટીમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો. કૃણાલ પંડ્યાને ટી ટ્વેન્ટી ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે રાહુલ ચહર અને વોશિંગ્ટન સુંદરની પસંદગી કરવામાં આવી છે. જેમને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં મેચ રમવાની તક મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

તો બે ટેસ્ટ મેચ માટે વિરાટ કોહલી જ કેપ્ટન રહેશે. જ્યારે રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળ્યું. રિધિમાન સહાને ટેસ્ટ ટીમમાં વિકેટ કિપર તરીકેનું સ્થાન મળ્યું છે. સાથે ઓપ્શનમાં ટીમ પાસે રિષભ પંત પણ રહેશે. આ સાથે સૌરાષ્ટ્રની રનમશીન ચેતેશ્વર પુજારા અને ઈશાંત શર્મા પણ ટેસ્ટ ટીમમાં છે. સાથે જ હનુમા વિહારી, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સહિતના બોલરો હોવાથી ભારત ટેસ્ટમાં જીત માટેનું પ્રબળ દાવેદાર માનવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ રોચક રહેશે તે માનવું રહ્યું. આ સમયે વર્લ્ડ કપની હારને ભૂલાવી ભારત કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

READ ALSO

Related posts

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana

દિલ્હી હિંસાના વિરોધમાં સડક પર ઉતરી કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીએ લીધી આગેવાની

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!