GSTV

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

ભારતીય સેના ઘણા લાંબા સમયથી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની માંગણી કરી રહી હતી. ત્યારે હવે આ નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સેના માટે ઘણા મહત્વપૂર્ણ છે. ટુંકાગાળામાં સૈન્ય ટુકડીઓની હેરફેરમાં પણ મદદ મળી રહેશે. ત્યારે આવો જોઈએ શું છે સી-295 સૈન્ય ટ્રાન્સપોર્ટેશન એરક્રાફ્ટની ખાસિયત.

એરક્રાફ્ટ

સ્પેનની ડિફેન્સ કંપની એરબસના સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખાસિયતોના કારણે ભારતીય સેનાએ તેના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે સી-295 એરક્રાફ્ટ શોર્ટ ટેક ઓફ અને શોર્ટ લેન્ડિંગ માટે જાણીતા છે. એરક્રાફ્ટ 320 મીટરના અંતરમાં જ ટેક ઓફ કરી શકે છે. જ્યારે કે લેન્ડિંગ માટે 670 મીટરનું અંતર કાફી છે.

પહાડી વિસ્તારોના ઓપરેશન માટે આ એરક્રાફ્ટની મોટી ખાસિયત છે. આ એરક્રાફ્ટ પોતાની સાથે વધુમાં વધુ 7 હજાર 50 કિલોગ્રામનું પે લોડ ઉઠાવી શકે છે. એક વખતમાં પોતાની સાથે 71 સૈનિક અથવા પાંચ કાર્ગો પેલેટ લઈ જઈ શકે છે. આ વિમાન સતત 11 કલાક સુધી ઉડાન ભરી શકે છે. બે લોકો માટેની ક્રૂ કેબિન ટચસ્ક્રીન કંટ્રોલની સાથે સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.

આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં પાછળ રેમ્પ ડોર છે. જે સૈનિકો અથવા સામાનને ઝડપથી લેન્ડિંગ તથા ડ્રોપિંગ માટે વધુ સુવિધાજનક છે. એરક્રાફ્ટમાં બે પેન્ટ એન્ડ વ્હિઈટની PW-127 ટર્બોટ્રૂપ એન્જિંન લાગેલા છે. આ તમામ વિમાનોમાં સ્વદેશ નિર્મિત ઈલેકટ્રોનિક વોરફેર સ્યૂટથી સજ્જ કરવામાં આવશે.

સી-295 એરક્રાફ્ટને જૂન-1997માં પેરિસ એર શોમાં સ્પેનની કંપની CASAએ લોન્ચ કર્યું હતુ. 1998માં સી-295એ પોતાની પહેલી ઉડાન ભરી હતી. તેના બીજા વર્ષે 1999માં સ્પેનની એજન્સીઓ દ્વારા તેને સૈન્ય ઉપયોગની મંજૂરી આપી દીધી. અને જે બાદ સ્પેનની સેનાએ 9 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. 2001માં સ્પેનની વાયુસેનાએ તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. હાલમાં સ્પેનની વાયુસેના પાસે 15 સી-295 એરક્રાફ્ટ છે.

પાકિસ્તાન અને ચીન સામેના બંને મોરચે ભારત મુકાબલો કરી રહ્યું છે. ત્યારે ભારતીય વાયુસેનાના આધુનિકરણની પણ તાતી જરૂરિયાત છે. પાકિસ્તાનની વાયુસેનાની પાસે હાલમાં છ પ્રકારના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. તેમાં લોકહીડ સી-130 અને ગલ્ફસ્ટ્રીમના વેરિએન્ટ્સ પણ છે. ચીનની પાસે 200થી વધુ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. જેમાં આધુનિક ટેકનિકથી સજ્જ વાય-20 એરક્રાફ્ટ પણ સામેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!