GSTV

Team India માટે ખરાબ સમાચાર, આફ્રિકાના દિગ્ગજ ખેલાડીની વાપસી

Last Updated on February 9, 2018 by

સાઉથ આફ્રીકાના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સે ભારત વિરુદ્ધ બાકી અંતિમ ત્રણ વનડે મેચો માટે વાપસી કરી છે. ડિવિલિયર્સની વાપસીથી યજમાન ટીમે મજબૂતી મળી છે.

ડિવિલિયર્સને દક્ષિણ આફ્રીકી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ શનિવારે વાન્ડરર્સ પર યોજાનારી મેચમાં તેમના રમવા વિશેનો નિર્ણય આજે અભ્યાસ બાદ લેવામાં આવશે.

વાન્ડરર્સ ટેસ્ટ દરમ્યાન આંગળીમાં ઇજા થવાને કારણે ડિવિલિયર્સે પહેલી ત્રણ વનડેમાં રમી શક્યો નહોતો. પીટીઆઇના જણાવ્યા મુજબ વર્તમાન ટીમમાં આ એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે.

સંકટમાં મુકાયેલ યજમાન ટીમ માટે આ સારી ન્યૂઝ છે. ડિવિલિયર્સ બાદ ફાફ ડુ પ્લેસિસ અને ક્વિન્ટન ડી કોક બહાર થઇ ગયા છે અને દક્ષિણ આફ્રીકાની ટીમ પૂર્ણ રીતે બેકફૂટ પર આવી ગઇ છે.

ડુ પ્લેસિસની ગેરહાજરીમાં અડેન માર્કરમને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે ડિવિલિયર્સના કમબેકથી દક્ષિણ આફ્રીકાની ટીમને મજબૂતી મળશે. દક્ષિણ આફ્રીકાની ટીમ 6 મેચોની સિરીઝમાં 0-3થી પાછળ છે.

દક્ષિણ આફ્રીકાની ટીમ :

હાશિમ અમલા, અડેન માર્કરમ(કેપ્ટન), એબી ડિવિલિયર્સ, જેપી ડુમિની, હેઇનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, ખાયા જોન્ડો, ક્રિસ મોરિસ, કૈગિસો રબાડા, લુંગી નગીદી, મોર્ને મોર્કેલ, તબરેજ શમ્સી, ફરહાન બેહરદીન, ફેહલુકવાયો અને ઇમરાન તાહિર.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!