GSTV

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને સરકી ગયું, ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોચ્યું

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટકાવારીના આધારે ફેરબદલ કરવામાં આવી છે જેને કારણે ભારતે તેનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી વધુ 360 પોઇન્ટ છે, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા બીજા સ્થાને આવી ગઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.


ભારતે અત્યાર સુધીમાં ચાર સિરીઝ રમી છે

ભારતે અત્યાર સુધીમાં ચાર સિરીઝ રમી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણ સિરીઝ રમી છે. ઓસ્ટ્રેલિયા 82.2 ટકા સાથે ટોચ પર છે. ભારતની ટકાવારી 75 છે. ઇંગ્લેન્ડ 60.83 ટકા સાથે ત્રીજા, ન્યુઝીલેન્ડ 50 ટકા સાથે ચોથા અને પાકિસ્તાન 39.52 ટકા સાથે પાંચમા ક્રમે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આ ટેબલની ટોચની બે ટીમો વચ્ચે રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બંને ફાઇનલિસ્ટનો નિર્ણય ટકાવારીના આધારે લેવામાં આવશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બંને ફાઇનલિસ્ટનો નિર્ણય ટકાવારીના આધારે લેવામાં આવશે જેને હવે આઇસીસી બોર્ડે પણ મંજૂરી આપી દીધી છે. સોમવારે શરૂ થનારી આઇસીસીની ત્રિમાસિક બેઠકમાં અનિલ કુંબલેની અધ્યક્ષતા હેઠળ આઈસીસી ક્રિકેટ સમિતિ દ્વારા આ નવા નિયમની ભલામણ કરવામાં આવી હતી.

કમિટી અને ચીફ એક્ઝિક્યુટિવ કમિટી બંનેએ આ નવી સિસ્ટમને મંજૂરી આપી

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ (સીઇઓ) મનુ સાહનીએ કહ્યું કે ક્રિકેટ કમિટી અને ચીફ એક્ઝિક્યુટિવ કમિટી બંનેએ આ નવી સિસ્ટમને મંજૂરી આપી દીધી છે. નવી ટકાવારી ગણતરીના આધારે કરવામાં આવેલી રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 82.2 ટકા સાથે પ્રથમ ક્રમે છે જ્યારે ભારત 75 ટકા સાથે બીજા ક્રમે છે. આ અગાઉ ભારત 360 પોઇન્ટ સાથે પ્રથમ અને ઓસ્ટ્રેલિયા 296 પોઇન્ટ સાથે બીજા સ્થાને હતું પરંતુ નવી ગણતરીએ બંને ટીમોની રેન્કિંગમાં ફેરફાર કર્યો છે.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!