ડેમોક્રેસી ઈન્ડેક્સની વૈશ્વિક રેકિંગમાં ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ધ ઈકોનોમિસ્ટ ઈંટેલિજેંસ યુનિટના રિપોર્ટ અનુસાર 2019ના ડેમોક્રેસી ઈન્ડેક્સના વૈશ્વિક રેકિંગમાં ભારત 10 સ્થાન નીચે સરકી 51માં સ્થાન પર આવી ગયું છે. રિપોર્ટ મુજબ નાગરિકતા સ્વતંત્રતામાં આવેલી કમીના કારણે ભારતના ડેમોક્રેસી સ્કોરમાં ઘટાડો થયો છે.


2019માં ભારતનો ડેમોક્રેસી સ્કોર 6.9 રહ્યો, જે 13 વર્ષના સૌથી નીચલા તળીયે જઈ પહોંચ્યો છે. ધ ઈકોનોમિસ્ટે મંગળવારના રોજ 165 દેશોના ડેમોક્રેસી લિસ્ટ જાહેર કર્યું છે. ધ ઈકોનોમિસ્ટે 2006થી ડેમોક્રેસી ઈન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતનો સૌથી ઓછો સ્કોર આ વર્ષે નોંધાયો છે. 2014માં આ સ્કોર સૌથી વધું 7.92 હતો.

આ પાંચ કારણે નીચે આવ્યો સ્કોર
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, પાંચ કારણોને લઈ ડેમોક્રેસી ઈન્ડેક્સની વૈશ્વિક રેંકિંગમાં ઘટાડો થયો છે. ચૂંટણી પ્રક્રિયા અને અનેકતાની સ્થિતી, સરકારની કાર્યપ્રણાલી, રાજકીય ભાગીદારી, રાજકીય સંસ્કૃતિ અને સામાજિક સ્વતંત્રતા જેવા પાંચ બિંદુઓને ધ્યાને રાખી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રથમ સ્થાને છે નોર્વે
આ યાદીમાં સૌથી પહેલા ક્રમે નોર્વે આવે છે. ત્યાર બાદ આઈસલેન્ડ અને સ્વિડનનો નંબર આવે છે. ટોપ ટેનમાં અન્ય દેશોમાં ચોથા સ્થાને ન્યઝીલેન્ડ, ફિનલેન્ડ, આયરલેન્ડ, ડેનમાર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ 10માં સ્થાને આવે છે.

છેલ્લા સ્થાને આવે છે ઉત્તર કોરિયા
આ યાદીમાં ઉત્તર કોરિયા 167માં સ્થાને વિશ્વ રેંકિંગમાં સૌથી નીચે છે. આ યાદીમાં પાકિસ્તાન 4.25ના સ્કોર સાથે 108માં સ્થાને છે. જ્યારે શ્રીલંકા 6.27ના સ્કોર સાથે 69માં સ્થાને અને બાંગ્લાદેશ 5.88ના સ્કોર સાથે 80માં સ્થાન પર આવ્યો છે.

ચીનની હાલત પણ ખરાબ
2019ના સૂચકાંકમાં ચીનના સ્કોરમાં પણ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક રેંકિંગમાં તે 153માં સ્થાને છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વિતેલા થોડાક વર્ષોમાં ખાસ કરીને શિનજિયાંગના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં લઘુમતીઓ વિરુદ્ધ ભેદભાવ ખૂબ વધી ગયો છે.
READ ALSO
- સંવેદનશીલ સમાજની અસંવેદનશીલ ઘટના: વોર્ડ બોયે ઓક્સિજન સિલિન્ડર હટાવતાં કોરોના દર્દીનું મોત
- હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડી ગયા, અમદાવાદ સિવિલમાં 57 હેલ્થ વર્કર સંક્રમિત
- દિશા પટાણીએ સૂવાના સમયના થોડા કલાકો પહેલા બેડરૂમ ફોટા કર્યા શેર
- માનવતા શર્મસાર/ ઓક્સિજનની અછતના કારણે કોરોના દર્દીનું મોત, મૃતદેહને કચરાની ગાડીમાં લઇ જવાયા
- LICની આ સ્કીમમાં દર મહિને 800 રૂપિયા જમા કરતા મળશે, લાખોનો ફાયદો, સાથે અનેક લાભ
