GSTV
Home » News » અમેરિકાએ સેના હટાવતા જ તુર્કીએ સીરિયામાં વરસાવ્યા બોમ્બ, ભારતે દર્શાવ્યો સખત વિરોધ

અમેરિકાએ સેના હટાવતા જ તુર્કીએ સીરિયામાં વરસાવ્યા બોમ્બ, ભારતે દર્શાવ્યો સખત વિરોધ

તુર્કી દ્વારા સીરિયા પર બોમ્બ ધડાકા કરવાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સીરિયામાંથી અમેરિકન સેના હટતા જ  તુર્કી સતત સીરિયા પર હુમલો કરી રહ્યું છે અને કુર્દિશ લડવૈયાઓને નિશાન બનાવી રહ્યુ છે. આ અંગે ગુરુવારે ભારત તરફથી જોરદાર પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત તુર્કીની કાર્યવાહી અંગે ચિંતિત છે અને સીરિયા સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવાની અપીલ કરે છે.

ગુરુવારે વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અપીલ કરે છે કે તુર્કી સીરિયાની સ્વાયત્તતાનું સન્માન કરે છે અને જો કોઈ વિવાદ હોય તો તેને વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો. ઉત્તર-પૂર્વ સીરિયામાં તુર્કી દ્વારા બોમ્બ વિસ્ફોટ  ખૂબ ચિંતાનો વિષય છે.

વિદેશ મંત્રાલયે કહ્યુછેકે, તુર્કીની એક્શન સીરિયા અને આસપાસનાં ક્ષેત્રમાં આતંકવાદની સામે લડાઈને નબળી કરી શકે છે. સાથે જ માનવતા અને સ્થાનિક નાગરિકો માટે પણ ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છેકે, પાછલાં દિવસોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સીરિયામાંથી અમેરિકન સેનાને પાછી બોલાવવાનો નિર્ણય કર્યો હતો. મંગળવાર અને બુધવારથી સિરીયાનાં અમુક ક્ષેત્રોમાંથી અમેરિકન સેના પાછી ફરવા લાગી છે. અને તરત સિરીયાની સેનાંએ ત્યાં હાજર કુર્દિશનાં લડવૈયાઓ ઉપર હુમલો શરૂ કરી દીધો હતો. ખુદ તુર્કીનાં રાષ્ટ્રપતિ તૈયપ એદ્રોગને ટ્વીટર ઉપર હુમલાની જાહેરાત કરી છે.

તુર્કી ઉપર વિદેશ મંત્રાલયની પ્રેસ રિલીઝ

તૈયપ એદ્રોગને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ હતુકે, તુર્કી સેનાએ સીરિયાની સેનાની સાથે મળીને ઓપરેશન શાંતિની શરૂઆત કરી છે. જેમાં દાયશનાં આંતકીઓને નિશાના બનાવવામાં આવી રહ્યા છે. અમારા પ્રયાસો અહીંયા શાંતિપૂર્ણ વિસ્તાર બનાવવાનો છે. એટલા માટે આતંકીઓનો ખાતમો કરવો જરૂરી છે. તુર્કી તરફથી જે કુર્દિશ લડવૈયાઓ ઉપર હુમલો કતરવામાં આવી રહ્યો છે. તેમણે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ (IS)ની સામે લડાઈમાં અમેરિકન સેનાને સાથે આપ્યો હતો. ઉલ્લેખનીય છેકે, તુર્કીએ જમ્મૂ-કાશ્મીર મામલામાં પાકિસ્તાનનું ખુલીને સમર્થન કર્યુ હતુ. તેના સિવાય તુર્કીનાં રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ કાશ્મીરનો મામલો ઉઠાવ્યો હતો. જોકે, ભારત તરફથી તુર્કીને પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

અયોધ્યા બાદ સુપ્રીમ કોર્ટ આ બે મોટા કેસમાં આપશે ચુકાદો, આવતી કાલે થશે સબરીમાલા અને રાફેલનો ફેંસલો

Bansari

ખેડૂતો આનંદો, રૂપાણી સરકારે જાહેર કર્યું 700 કરોડનું સહાય પેકેજ

Mansi Patel

પાકિસ્તાને ભારતીય નાગરીક કુલભૂષણ જાધવના મામલે એક મોટો નિર્ણય કર્યો, સૈન્ય કાયદામાં કરશે સુધારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!