GSTV
Home » News » વર્લ્ડ યુથ અંડર-16 ચેસ ઓલિમ્પિયાડમાં ઇન્ડિયા ગ્રીન ટીમને સિલ્વર

વર્લ્ડ યુથ અંડર-16 ચેસ ઓલિમ્પિયાડમાં ઇન્ડિયા ગ્રીન ટીમને સિલ્વર

ઈન્ડિયા ગ્રીન ટીમે અમદાવાદમાં યોજાયેલા વર્લ્ડ યુથ અંડર-૧૬ ચેસ ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રશિયાને ગોલ્ડ અને ઈરાનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. કર્ણાવતી કલબમાં રમાયેલી ૨૫ દેશોની વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયનશીપમાં ભારતે ત્રણ ટીમોને સ્પર્ધામાં ઉતારી હતી, જેમાંથી ઈન્ડિયા-ગ્રીન બીજા ક્રમે રહી હતી, જ્યારે ઈન્ડિયા રેડને પાંચમું સ્થાન મળ્યું હતુ અને ઈન્ડિયા બ્લુ ૧૩માં ક્રમે રહી હતી. નવમા અને આખરી રાઉન્ડમાં ઈન્ડિયા ગ્રીને ૩.૫-૧.૫થી કઝાખ્સ્તાનને પરાજય આપ્યો હતો.

ઈન્ડિયા ગ્રીન તરફથી આર.પ્રગ્ગનાનાન્ધાએ કાઝીબૅક નોગેરબેક સામેની બાજી ડ્રો કરી હતી. જો કે ભારતના નિતિન સરિન, પી. ઈનિયન અને આર. વૈશાલીએ જીતની હેટ્રિક સર્જતાં ઈન્ડિયા ગ્રીને વિજય મેળવતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઈરાને આખરી મુકાબલામાં ૪-૦થી બેલારુસને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે આઠમાં રાઉન્ડના અંતે જ ટાઈટલ નિશ્ચિત કરી ચૂકેલા રશિયાને ઈન્ડિયા રેડે આખરી રાઉન્ડમાં ૨.૫-૧.૫થી અણધાર્યો પરાજય આપ્યો હતો. એવોર્ડ સમારંભમાં ચેસની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિડેના વાઈસ પ્રેસિડેન્ટ ડીવી સુધીર, ઓલ ઈન્ડિયા ફેડરેશનના સેક્રેટરી ભરત સિંહ ચૌહાણ, ગુજરાજ સ્ટેટ ચેસ એસોસિએશનના અજય પટેલ અને સેક્રેટરી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આંખમાં ઈજા પહોંચી તો બોક્સરમાંથી નિશાનેબાઝ બની ગઈ ભાકર, હવે જીત્યા ગોલ્ડ

Kaushik Bavishi

1500 મીટરની રેસમાં પ્રથમ આવનાર આ વૃદ્ધને ખબર નહોતી કે પછી તેની સાથે આટલું ભયાનક થશે

Mansi Patel

સિંધુના કંગાળ દેખાવ માટે વ્યસ્ત કાર્યક્રમ જવાબદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!