GSTV
Home » News » કુંબલેએ ભારતીય ટીમને આપ્યો જીતનો મંત્ર, સ્પીનરોને આપી સલાહ

કુંબલેએ ભારતીય ટીમને આપ્યો જીતનો મંત્ર, સ્પીનરોને આપી સલાહ

ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટી-20 સીરીઝમાં ભારતીય ટીમ 0-1થી પાછળ ચાલી રહી છે. આ સ્થિતીમાં ભારતનાં પૂર્વ સ્પીનર અનિલ કુંબલે ભારતીય ટીમની વહારે આવ્યા છે. અનિલ કુંબલેએ ભારતીય ખેલાડીને જીતનો મંત્ર આપ્યો છે. કુંબલે એ કહ્યું એ છે કે જો ભારતીય ટીમને આગામી બે મેચ જીતવી છે તો પોતાનાં બન્ને સ્પીનર્સ કુલદીપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલે બોલીંગ માં આક્રમકતા બતાવવી પડશે. ટી-20 સીરીઝની શરૂઆતમાં જ ન્યુઝીલેન્ડે 80 રને ભારતીય ટીમને હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. હવે આગામી શુક્રવારે ઓકલેન્ડનાં ઇડન પાર્કમાં બન્ને ટીમ સામસામે ટકરાશે.

કુંબલે એ કહ્યું હતું કે ભારતે પોતાની મજબૂતી જોતા બોલીંગથી શરૂઆત કરવી જોઈએ. દમદાર બોલીંગ માટે અનુભવી બોલર ભુવનેશ્વરે લીડરશીપ લેવી જોઈએ. ભવનેશ્વર સ્વિંગ પણ કરી શકે છે. તેમજ અનુકૂળતા પ્રમાણે નવા બોલ સાથે વિકેટ પણ ખેડવી શકે છે.

કુંબલે એ કહ્યું કે ટીમ મેનેજમેન્ટ કૃણાલ પંડ્યા અન્ય સ્પિનરો સાથે જોડી બનાવી શકે છે. કુંબલેએ કહ્યું છે કે, હવે પછીની મેચમાં ટીમ કૃણાલ પંડ્યા સાથે અન્ય અનુભવી સ્પિનરો સાથે જોડી બનાવીને મેદાનમાં ઉતરે તો સારૂ પ્રદર્શન કરી શકે છે. ભારતને પોતાનાં આગામી મેચમાં બે નિયમીત સ્પિનરો કુલદીપ યાદવ અને યજુર્વેન્દ્રને આગળ કરીને આક્રમક બનીને આગળ વધવું જોઈએ.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!