GSTV

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Last Updated on September 17, 2021 by Zainul Ansari

ભારતે આજે રસીકરણની મેગા ડ્રાઈવ યોજી હતી. તેના પરિણામે આજે ભારતમાં પોણા નવ વાગ્યા સુધીમાં સવા બે કરોડ જેટલા રસીના ડોઝ અપાયા હતા. એ સાથે જ એક જ દિવસમાં સૌથી વધુ રસી આપવાનો ભારતે વિક્રમ નોંધાવ્યો હતો. આ પહેલા ચીને એક દિવસમાં 2.22 કરોડ ડોઝ આપ્યા હતા. જ્યારે ભારતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સવારથી રાત સુધીમાં 2.32 કરોડથી વધુ ડોઝ આપ્યા હતા. કેટલાક રાજ્યોમાં રસીકરણની પ્રક્રિયા મોડે સુધી ચાલી હતી.

આજે સર્જાયેલા રેકોર્ડ રસીકરણ પર વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે દરેક ભારતીય આજના રેકોર્ડ રસીકરણ પર ગર્વ અનુભવશે. હું સ્વીકારું છું કે આપણા ડોક્ટર, ઇનોવેટર્સ, એડમિનિસ્ટ્રેશન, નર્સ, હેલ્થકેર વર્કર્સ અને તમામ ફ્રન્ટલાઇન વર્કરોએ આ વેક્સિનેશન ડ્રાઇવને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ચાલો આપણે COVID-19ને હરાવવા માટે વેક્સિનેશનને બૂસ્ટ આપીએ.

17મી સપ્ટેમ્બર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોવાથી એ દિવસે આખા દેશમાં મહત્તમ લોકોને રસી આપી શકાય એવો પ્રયાસ કરાયો હતો. એ માટે સવારથી જ લોકોને રસી માટે પ્રોત્સાહિત કરાયા હતા. જેમનો પહેલો ડોઝ બાકી હતો તેમને પહેલો, જ્યારે બીજો ડોઝ બાકી હતો તેમને બીજો ડોઝ અપાયો હતો. રસીને પ્રોત્સાહન મળે એ હેતુથી અમદાવાદમાં તો મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર સ્થળોએ જવા માટે રસી ફરજિયાત બનાવી દીધી છે.

કોરોના ભારતમાં જરા ધીમો પડ્યો તેનું મુખ્ય કારણ રસીકરણની આગેકૂચ છે. રસીકરણ એ અત્યારે તો કોરોના સામે લડવાનો સૌથી કારગર ઉપાય છે. માટે આખી દુનિયા રસીકરણને મહત્વ આપી રહી છે. રસીના ડોઝનું ઉત્પાદન વધેએ માટે ફાર્મા કંપનીઓ પ્રયત્નશીલ છે, તો વળી વધારે રસીઓ મળી રહે એટલા માટે પણ કંપનીઓ શોધ-સંશોધન કરી રહી છે. બીજી તરફ દુનિયાના ઘણા દેશોએ પ્રવાસીઓ માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત બનાવ્યા છે.

વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી દેશભરમાં ઘણા કાર્યક્રમો યોજાયા હતા. તેમાંથી આ રસીકરણનો કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજા માટે લાભકારી સાબિત થયો છે. કેમ કે રસી વગર કોરોનાને હરાવવો અશક્ય છે. બીજી તરફ એક યા બીજા કારણોસર લોકો રસી લેતા નથી. તો ઘણી વખત રસી પણ ઉપલબ્ધ હોતી નથી. પરંતુ 17મી તારીખે મેગા વેક્સિનેશન ડ્રાઈવ હોવાથી મહત્તમ લોકો રસી લે એ માટે પ્રયાસ કરાયો હતો. એ પ્રયાસને ભારે સફળતા મળી છે.

વૈશ્વિક સ્તરે વાત કરીએ તો લગભગ 6 અબજ જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે રોજના સરેરાશ જગતમાં 3 કરોડથી વધારે ડોઝ અપાઈ રહ્યા છે. અત્યારે જે ઝડપે રસી અપાય છે, એ રીતે આગામી છ મહિનામાં જગતની 75 ટકા વસ્તીને રસી મળી ચૂકી હશે.

ભારતમાં 78 કરોડ જેટલા લોકોને રસી મળી ચૂકી છે. તો દેશની 19 ટકા વસતી એવી છે, જેને બન્ને ડોઝ મળ્યા છે. એટલે કે પૂર્ણપણે રસીકરણ થયું છે. રસીકરણની ઝડપ વધારવી અત્યંત જરૃરી છે, કેમ કે એકલા કેરળમાં જ 17 તારીખે નવા 23 હજારથી વધારે કેસ નોંધાયા હતા. ભારતે નવ કલાકમાં 2 કરોડનો આંક પાર કર્યો હતો. એટલે કે દર કલાકે 45 લાખ ડોઝ અપાયા હતા.

Read Also

Related posts

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!