GSTV
Home » News » પહેલી વખત ભારત મિસાઇલ નિકાસ કરશે, વિશ્વનાં આ દેશો બનશે ગ્રાહક

પહેલી વખત ભારત મિસાઇલ નિકાસ કરશે, વિશ્વનાં આ દેશો બનશે ગ્રાહક

અત્યાર સુધી ભારત હથિયારોની આયાત કરતું રહ્યું છે, પણ હવે તેનાથી વિપરીત સ્થિતી નિર્માણ પામી છે. હવેથી ભારત હથિયારોની નિકાસ કરવા તૈયાર થયું છે. ભારત આ વર્ષે દક્ષિણપૂર્વ એશિયાના દેશો અને ગલ્ફ દેશોમાં મિસાઇલના પ્રથમ શિપમેન્ટ્સની નિકાસ કરશે. ટોચના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ એશિયા અને ગલ્ફ દેશોમાંથી રસ દર્શાવાતા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇમડેક્ષ એશિયા 2019નાં એક્ઝિબીશનને સંબોધતા બ્રહ્મોસ એરોસ્પેસનાં એચઆર કમાન્ડર એસકે અય્યરે જણાંવ્યું કે સરકારો વચ્ચે કરાર થયા બાદ પહેલી વખત મિસાઇલને એક્સપોર્ટ કરવામાં આવશે. તેમણે જણાંવ્યું કે, એવાં ઘણાં દક્ષિણ પૂર્વીય એશિયાઇ દેશો છે.જે અમારી મિસાઇલ ખરીદવા માટે તત્પર છે.

ત્રિદિવસીય કાર્યક્રમમાં તેમણે જણાંવ્યું કે,આ અમારો પ્રથમ એક્સપોર્ટ હશે. આ સાથે જ અમારી મિસાઇલ્સમાં ખાડી દેશો રસ દાખવી રહ્યા છે. ભારતીય ડિફેન્સ સેક્ટર સમક્ષ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશો અને ખાડી દેશોમાં નિકાસ કરવાનો સારો અવસર છે. ભારત-રશિયા જોઇન્ટ વેન્ચર બ્રહ્મોસ અને ડિફેન્સ કંપની લાર્સન એન્ડ ટર્બોએ ઇમડેક્ષ એક્ઝિબીશનમાં દક્ષિણ પૂર્વીય એશિયાઇ બજારમાં અનેક રક્ષા ઉપકરણ રજુ કર્યા હતાં.

તેમણે જણાંવ્યું કે, માર્કેટનાં ટ્રેંડમાંઝડપથી બદલાવ આવી રહ્યો છે. તે દરમિયાન મિડલ ઇસ્ટ,સાઉથ ઇસ્ટ એશિયા અને સાઉથ અમેરિકાનાં દેશો સમક્ષ ઓછી કિંમતનાં અને ભરોસાવાળા રક્ષા ઉપકરણોની માગ વધી છે. તેવામાં હથિયારોની આપૂર્તિ મામલે ભારત પોતાની મજબૂત સ્થિતી સ્થાપિત કરી શક્યું છે.

READ ALSO

Related posts

સોનિયા અને રાહુલ ગાંધીને મુંબઇની કોર્ટે નોટીસ ફટકારતા મુશ્કેલી વધી, આપ્યું હતું વિવાદીત નિવેદન

Riyaz Parmar

ચિદમ્બરમને કોર્ટે આંચકો આપ્યો, ફરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા કોંગ્રેસ નેતા

Riyaz Parmar

શારદા ચિટ ફંડ: CBIને રાજીવ કુમારનું લોકેશન મળ્યું, ધરપકડ કરવા માટે ખાસ ટીમ રવાના

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!