ભારતે પાકિસ્તાનને કહ્યું, દરરોજ 5000 શ્રદ્ધાળુઓને વીઝા વગર કરતારપુર જવાની મંજૂરી મળે

kartarpur visa

બાલાકોર્ટ એર સ્ટ્રાઈક અને ત્યારબાદ સરહદ પર પાકિસ્તાનની હરકત બાદ વધી રહેલા તણાવ વચ્ચે ગુરૂવારે બંને દેશોના અધિકારીઓની વચ્ચે કરતારપુર કૉરીડોરને લઇને મહત્વની બેઠક થઇ. આ દરમ્યાન ભારતે પાકિસ્તાન સાથે કરતારપુર ગુરૂદ્વારા માટે દરરોજ 5000 શ્રદ્ધાળુઓને વીઝા વગર જવાની માંગ કરી. આ બેઠક પંજાબના ગુરૂદાસપુર જિલ્લા અને સરહદની બીજી બાજુ કરતારપુર સાહિબની વચ્ચે શ્રદ્ધાળુઓ માટે પ્રસ્તાવિત કૉરીડોરને ખોલવા માટે ચર્ચા થઈ.

ના હોય કોઈ વધારાનો વિક્ષેપ

ભારતે એવી પણ ભલામણ કરી કે શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ સુધી પગપાળા જવાની મંજૂરી આપવામાં આવે અને અઠવાડિયાના સાત દિવસ આ કૉરીડોરને ખુલ્લો રાખવો જોઈએ. પત્રકાર પરીષદ દરમ્યાન ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ SCL દાસે કહ્યું કે ભારતે ભાર આપીને કહ્યું કે કરતારપુર કૉરીડોરના સ્પિરીટ હેઠળ તેને સંપૂર્ણ રીતે વીઝા ફ્ર હોવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું, આ સાથે જ મોટાભાગના દસ્તાવેજ અથવા પ્રક્રિયાના નામ પર કોઈ વધારે બોઝ થોપવો જોઈએ નહીં.

પુલવામા હુમલા બાદ પ્રથમ બેઠક

અહીં જણાવવાનું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ જવાબી એર સ્ટ્રાઈક પર બંને દેશોમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની આ પહેલી બેઠક થઇ છે. દાસે કહ્યું કે ભારત ઈચ્છે છે કે ભારતીય અને ભારત મૂળના લોકોને પણ કરતારપુર સાહિબ જવાની મંજૂરી મળે. કરતારપુરમાં જ શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજીએ પોતાના જીવનના અંતિમ વર્ષ ગુજાર્યા હતાં.

મીટિંગ બાદ સંયુક્ત સચિવ દાસે કહ્યું, ‘અમે ભાર આપીને કહ્યું કે કોઈ પણ બ્રેક વગર અઠવાડિયાના સાત દિવસ શ્રદ્ધાળુઓને યાત્રાની પરવાનગી આપવામાં આવે. આ મીટિંગ અટારી-વાઘા બોર્ડર પર ભારતીય બાજુમાં થઈ. વાતચીત બાદ જાહેર સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંને પક્ષોએ પરીયોજનાના અલગ-અલગ પાસાઓ અને જોગવાઈઓને લઇને વિસ્તૃત અને રચનાત્મક વાતચીત કરી અને કરતારપુર સાહિબ કોરીડોરને ટૂંક સમયમાં ચાલુ કરવાની દિશામાં કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter