GSTV

મેચની બબાલ! ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટમાં DRS મામલે ભારતીય ખેલાડીઓ ભરાયા રોષે, એમ્પાયર સાથે કોહલીનો વિવાદ..

Last Updated on January 14, 2022 by pratik shah

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં આજે હાર જીતનો ફેંસલો થઈ જશે. જોકે મેચના ત્રીજા દિવસે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. ભારતના 212 રનના લક્ષ્યના જવાબમાં સાઉથ આફ્રિકા હાલમાં મજબૂત સ્થિતિમાં છે.દરમિયાન એક ડીઆરએસ રિવ્યૂને લઈને ભારતીય ખેલાડીઓ ભારે રોષે ભરાયા હતા.

સાઉથ આફ્રિકાની બેટિંગની 21મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો અને સાઉથ આફ્રિકન કેપ્ટન એલગર સામે એલબીડબલ્યુની અપીલ થઈ હતી.અમ્પાયરે આઉટ આપ્યા બાદ એલગરે રિવ્યૂ લીધો હતો પણ ડીઆરએસમાં એલગરને નોટ આઉટ જાહેર કરાયો હતો.

બોલ એલગરના પેડ પર ઘૂંટણની નીચે અથડાયો હતો અને તેને જોતા લગાતુ હતુ કે, બોલ ટ્રેકિંગ દરમિયાન એલગર આઉટ જાહેર કરાશે. પણ બોલ સ્ટમ્પની ઉપરથી જતો દેખાડાયો હતો.તેના કારણે એલગરને નોટઆઉટ જાહેર કરાયોહતો. એ પછી ભારતીય ખેલાડીઓએ યજમાન બ્રોડકાસ્ટિંગ કંપની સુપર સ્પોર્ટસ કે જે ડીઆરએસનુ સંચાલન કરે છે કે, તેને નિશાન બનાવીને્ કહ્યુ હતુ કે, તમારે જીતવા માટે વધુ સારા વિકલ્પો શોધવાની જરુર છે.

કે એલ રાહુલે તો સ્ટમ્પના માઈક પાસે આવીને કહ્યુ હતુ કે, 11 ખેલાડીઓ સામે આખો દેશ

કે એલ રાહુલે તો સ્ટમ્પના માઈક પાસે આવીને કહ્યુ હતુ કે, 11 ખેલાડીઓ સામે આખો દેશ છે.દરમિયાન આજે આ મેચમાં ભારતને આઠ વિકેટની અને સાઉથ આફ્રિકાને જીત માટે 111 રનની જરુર છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

BIG NEWS/ અંડર 19 WC વચ્ચે ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન સહિત 6 ખેલાડી થયા કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!