GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ઘર અને કાર નહીં…. વિશ્વાસ નહીં આવે પરંતુ યુવાનો આ માટે લે છે સૌથી વધુ લોન

દેશના યુવાનો દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ફાઇલ કરાયેલી લોન અરજીઓમાંથી સૌથી વધુ અરજી લગ્ન ભંડોળ માટે કરવામાં આવી હતી. એટલે કે, ૨૦ થી ૩૦ વર્ષના યુવાનો અન્ય જરૂરિયાતોના બદલે તેમના લગ્ન માટે લોન લઈ રહ્યા છે.

ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઈન્ડિયાલેન્ડ્સના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧ ટકા યુવાનોએ તેમનો બિઝનેસ શરૂ કરવા માટે લોન લીધી હતી, જ્યારે ૧૯ ટકા યુવનાઓએ ફરવા માટે જ્યારે ૭ ટકા યુવાનોએ તેમની લાઈફસ્ટાઈલને બદલવા માટે લોનની અરજી કરી હતી.

છ શહેરોના યુવાનો વચ્ચે કરાયો સર્વે

દેશના છ શહેરો (મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકત્તા)માં નોકરી કરનારા અને પોતાનો બિઝનેસ કરનારા યુવાનો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૫૨૦૦ યુવાનોએ સાત કેટેગરીમાં તેમની લોનની જરૂરિયાત દર્શાવી હતી.

આ કેટેગરીમાં લગ્ન, સ્ટાર્ટઅપ, સ્ટડી, ટ્રાવેલ, લાઈફસ્ટાઈલ, હોમ રીનોવેશન, અને અન્ય જરૂરિયાતની લોનનો સમાવેશ થાય છે.

સર્વેની ચોંકાવનારા તારણો…

મુંબઈમાં, ૨૨ ટકા યુવાનોએ તેમના લગ્ન માટે લોન લીધી હતી. તેમજ આ લોનનું પ્રમાણ તમામ શહેરોમાં સૌથી વધુ છે. આ પછી ૨૦ ટકા યુવાનોએ શિક્ષણ અને ટ્રાવેલિંગ માટે લોન લીધી હતી.

દિલ્હીના ૨૦ ટકા યુવાનોએ તેમના લગ્ન માટે લોન લીધી છે, જ્યારે ૧૮ ટકા લોકોએ શિક્ષણ માટે, ૧૫ ટકા લોકો મુસાફરી માટે અને ૧૪ ટકા લોકોએ સ્ટાર્ટઅપ માટે લોન લીધી હતી. દિલ્હીના મોટાભાગના યુવાનો ૨૭ ટકા લોકોએ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે લોન લીધી હતી. શૈક્ષણિક લોન માટે સૌથી વધું અરજી અંદાજે ૨૦ ટકા બેગ્લોરના યુવાનો દ્વારા કરવામાં આવી છે.

ટ્રાવેલિંગ માટે કરવામાં આવેલ કુલ અરજીઓમાંથી સૌથી વધું ૨૦ ટકા અરજી હૈદરાબાદના યુવાનો દ્વારા કરવામાં આવી છે.

તમામ છ શહેરોમાં લોન માટેની અરજીઓ વર્ષ ૨૦૧૬-૧૭માં ૭ ટકા અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૫ ટકા થઈ ગઈ છે.

Read Also

Related posts

પ્રેમી પંખીડાને ધમકાવી પોલીસે પ્રેમિકા પાસે કરાવ્યું અકુદરતી સેક્સ, કોર્ટે ફગાવી જામીન અરજી

Bansari

રણબીર કપૂરને કારણે બની રણવીર સિંહની કારકિર્દી, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

Arohi

સરકારે બદલી નાખ્યો છે PPFનો આ નિયમ, ગ્રાહક આ રીતે ઉઠાવી શકે છે આ ખાસ સુવિધાનો લાભ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!