GSTV

દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસએ કરી સંન્યાસ લેવાની જાહેરાત, વર્ષ 2020માં ટેનિસને કહી દેશે અલવિદા

Last Updated on December 25, 2019 by Mansi Patel

ભારતનાં દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસએ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 46 વર્ષીય પેસએ બુધવારે જાણકારી આપતા જણાવ્યુ હતુકે, 2020 તેમની કારકિર્દી માટે છેલ્લું વર્ષ રહેશે. ત્યારબાદ તે ટેનિસને અલવિદા કહી દેશે. 1996 ઓલમ્પિકમાં સિંગલમાં પદક જીતી ચૂકેલાં પેસએ સોશિયલ મીડિયા પર બધાને ક્રિસમસની શુભેચ્છા પાઠવતા સંન્યાસની જાણકારી આપી હતી.

પેસ એ ટ્વીટર પર લખ્યુ, “હું એલાન કરવા માંગુ છુકે, 2020 પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે મારું છેલ્લું વર્ષ હશે. તેમણે આગળ લખ્યુ, હું 2020 ટેનિસ કેલેન્ડરની રાહ જોઈ રહ્યો છું, જેમાં હું સિલેક્ટેડ ટુર્નામેન્ટ રમીશ, ટીમની સાથે યાત્રા કરીશ અને દુનિયાભરમાં મારા દોસ્તો અને પ્રશંસકોની સાથે ઉજવણી કરીશ. તમારા બધાના કારણે હું અહીં સુધી પહોંચી શક્યો છું, હું આ વર્ષે તમારા બધાનો આભાર માનવા માંગુ છું.”

પેસએ પોતાના પ્રશંસકો સાથે જોડાયેલી તેમની યાદોને પણ શેર કરીને કહ્યુ, જેનું હેશટેગ હશે ‘વન લાસ્ટ રોર’.તેમણે કહ્યુ, 2020 ભાવનાત્મક વર્ષ રહેશે અને હું તમારા બધાની રાહ જોઉં છું. તેમણે તેમના પરિવારનો, ખાસ કરીને બહેનો અને પુત્રીનો આભાર માન્યો અને તેમના સમર્થન બદલ આભાર માન્યો. તેમણે સંકેત આપ્યો કે ટોક્યો ઓલિમ્પિક્સ તેમની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હોઈ શકે છે. પેસએ તેની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે સિંગલ્સ તેમજ ડબલ્સમાં અનેક ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે.

READ ALSO

Related posts

અભ્યાસમાં થયો એક ચોંકાવનાર ખુલાસો, વર્તમાન લહેરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા 60 ટકા લોકો હતા અનવેક્સિનેટેડ

GSTV Web Desk

અજબ ગજબ / અધવચ્ચે રસ્તામાં જ પાયલોટે રોકી દીધી ટ્રેન, કહ્યુ ઉંઘ પુરી થશે પછી જ આગળ ચલાવીશ ટ્રેન

GSTV Web Desk

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!