GSTV
Home » News » બેન્ક ફ્રોડ : 10 હજાર કર્મચારીઓ સામે સરકારે કરી કાર્યવાહી, 3.38 લાખ ખાતાઓ કરાયા બંધ

બેન્ક ફ્રોડ : 10 હજાર કર્મચારીઓ સામે સરકારે કરી કાર્યવાહી, 3.38 લાખ ખાતાઓ કરાયા બંધ

PMC બેન્ક તો તાજેતરનો કિસ્સો છે, એના પહેલા અને પછી પણ એવા અનેક કિસ્સાઓ બનતા રહ્યા છે જેમાં ભારતીય બેન્કો ફ્રોડમાં ફસાય છે અને સામાન્ય માણસ પીસાય છે. હાલ રાજ્યસભામાં ચાલુ શિયાળુ સત્ર દરમિયાન પુછવામાં આવેલ સવાલના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અનુસાર જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, રિપોર્ટ કરાયેલા વર્ષ દરમિયાન એક એપ્રિલ 2019થી 30 સપ્ટેમ્બરના સમયગાળામાં 95,760.49 કરોડ રૂપિયાની છેતરપિંડીના 5743 મામલા સામે આવ્યા છે.

બેન્ક કર્મીઓ સામે કાર્યવાહી આ સાથે તેમણે કહ્યું કે, પંજાબ અને મહારાષ્ટ્ર સરકારી (PMC) બેન્કના ગ્રાહકો માટે વિડ્રો લિમિટ વધારીને 50 હજાર રૂપિયા કર્યા બાદ બેન્કના 78 ટકા જમાધારક પોતાના ખાતાની તમામ રકમ કાઢી શકશે. પીએમસી બેન્કે 23 સપ્ટેમ્બર 2019ના પીએમસી બેન્કના કુલ ખાતાધારકોની સંખ્યા 9,15,775 હતી. તેમના જણાવ્યા મુજબ, સરકારે બેન્કોમાં એક લાખથી વધુની લોન આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે સખત પગલા લેતા 2015થી 2017ની વચ્ચે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

નાણામંત્રી સીતારમને જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અપાયેલા માહિતી મુજબ વર્ષ 2015માં 4641, વર્ષ 2016માં 3232 અને વર્ષ 2017માં 2104 બેન્ક કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કર્મચારી એક લાખ કે તેની વધુ રકમના કૌભાંડમાં સામેલ હતા. આમાં નોટબંધીનો સમય પણ સામેલ છે, જ્યારે બેન્કો દ્વારા સૌથી વધારે ભ્રષ્ટાચારની ફરિયાદો હતી.

બેન્કોમાં થતાં કૌભાંડો રોકવાની કાર્યવાહીમાં સરકારે બે વર્ષમાં કુલ 3.38 લાખ બેન્કખાતાઓ પણ બંધ કર્યા છે. સીતારામને કહ્યું કે, રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ 2019થી 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં સરકારી બેન્કો સાથે 5749 ફ્રોડના બનાવોમાં રૂપિયા 95,760.49 કરોડની છેતરપિંડી કરાઇ છે. 2,500 કરોડ રૂપિયાના ફ્રોડના 1,000 કેસ તાજેતરના સમયમાં જ બહાર આવ્યા છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂપિયા 25,400 કરોડ, પંજાબ નેશનલ બેન્કમાં 10,800 કરોડ અને બેન્ક ઓફ બરોડામાં 8300 કરોડના ફ્રોડ સામે આવ્યા છે. યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં આશરે 1194 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. યૂકો બેન્કને આશરે 892 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. બેન્કોમાં ફ્રોડ અટકાવવા મટે અમે ૩.૩૮ લાખ બંધ પડેલી કંપનીઓના બેન્ક ખાતા સ્થગિત કકરવા સહિતના પગલાં લીધાં છે.

READ ALSO

Related posts

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah

CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, બોલ્યા-PAK અને બાંગ્લાદેશનાં ઘુસણખોરોને ફેંકો બહાર

Mansi Patel

શરદ પવારે કર્યો ખુલાસો, મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખી શિવસેનાને કેમ સાથ આપ્યો ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!