GSTV

વિદેશી હૂંડિયામણ અનામત 448.5 અબજ ડોલરનાં વિક્રમી સ્તરે

corona

Last Updated on December 1, 2019 by Mansi Patel

દેશમાં ડેટ અને ઈક્વિટી માર્કેટમાં એકતરફી વધી રહેલ વિદેશી રોકાણને કારણે દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં એકતરફી વધારો જોવા મળી રહી છે. 22મી નવેમ્બરના રોજ સમાપ્ત થતા સપ્તાહે દેશનું ફોરેક્સ રીઝર્વ સતત ચોથા અઠવાડિયે નવા વિક્રમી સ્તરે પહોંચ્યું હતુ.

FCAમાં આવેલ ઉછાળાને કારણે દેશનું ફોરેન એક્સચેન્જ રીઝર્વ ગત સપ્તાહે 35 કરોડ ડોલરના વધારા સાથે 448.60 અબજ ડોલરના લેવલે પહોંચ્યું છે. તેના અગાઉના સપ્તાહે રીઝર્વ 448.25 અબજ ડોલરના લેવલે હતુ. ફોરેન કરન્સી એસેટ(FCA) પણ 416.73 અબજ ડોલરથી વધીને 22મી નવેમ્બરના વીકમાં 416.73 અબજ ડોલર થયું છે.

સોનાના રીઝર્વમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. તે 26.71 અબજ ડોલરથી વધીને 26.80 અબજ ડોલર રહ્યું છે. 22મી નવેમ્બરના અઠવાડિયામાં SDR 1.44 અબજ ડોલર પર સ્થિર રહ્યું છે. માર્ચ મહિનાની સાપેક્ષે કુલ રીઝર્વ 35.73 અબજ ડોલર અને ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 55.81 અબજ ડોલર વધ્યું છે.

READ ALSO

Related posts

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

pratik shah

ટ્રાફિક ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ ઈ-ડિવાઈઝથી પણ વસૂલશે દંડ!

pratik shah

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!