GSTV

વિદેશી હૂંડિયામણ અનામત 453 અબજ ડોલરનાં નવી વિક્રમી સપાટીએ

corona

Last Updated on December 15, 2019 by Mansi Patel

છેલ્લા કેટલાક મહિનાઓથી ઈક્વિટી અને ડેટ માર્કેટના ઈનફ્લોને પગલે રૂપિયા અને ફોરેક્સ રીઝર્વ એકતરફી મજબૂતી જોવા મળી રહી છે. જોકે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહે દેશના ફોરેક્સ રીઝર્વમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. દેશનું ફોરેક્સ રીઝર્વ ગત સપ્તાહે 2.34 અબજ ડોલર વધ્યું છે. 6ઠ્ઠી ડિસેમ્બરના અઠવાડિયામાં કુલ વિદેશી મુદ્રા ભંડાર 451.08 અબજ ડોલરથી વધીને 453.42 અબજ ડોલરના લેવલે પહોંચ્યું છે.

આરબીઆઈએ સાપ્તાહિક રીપોર્ટમાં જણાવ્યું કે, આ સપ્તાહે દેશનો વિદેશી ચલણ ભંડારમાં મહત્વનો ભાગ ગણાતા ફોરેન કરન્સી એસેટમાં 1.89 અબજ ડોલરનો વધારો થયો છે અને તે વધીને 421.25 અબજ ડોલર થયું છે. યુએસ ડોલરની સાથે અન્ય દેશની કરન્સીના મૂલ્યમાં થયેલ વધારા-ઘટાડાની અસર પણ FCA થકી કુલ ફોરેન એક્સચેન્જ પર પડે છે.

ગોલ્ડ રીઝર્વ 43 કરોડ ડોલર વધીને 27.07 અબજ ડોલરના લેવલે છે. વૈશ્વિક નાણાંકીય સંસ્થા પાસે રહેલ ભારતના સ્પેશયલ ડ્રોઈંગ રાઈટ્સ 50 લાખ ડોલર વધીને 1.44 અબજ ડોલર થયું છે. આ સિવાય આઈએમએફ પાસે રહેલ રીઝર્વ 1.5 કરોડ ડોલરના વધારે 3.64 અબજ ડોલર પર પહોંચ્યું છે.

READ ALSO

Related posts

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!