GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

મોદી સરકાર માટે આવ્યા બીજા રાહતના સમાચાર, નવો ઇતિહાસ રચાયો

મોદી સરકાર

ભારતનું વિદેશી હૂંડિયામણ ફરી નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ 1લી નવેમ્બરના રોજ પૂર્ણ થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.51 અબજ ડોલર વધીને 446.09 અબજ ડોલરને આંબી ગયું હતું જે તેની નવી વિક્રમી ઊંચી સપાટી છે. જ્યારે તેની અગાઉ 25 ઓક્ટોબરના રોજ ફોરેક્સ રિઝર્વ 442.58 અબજ ડોલર નોંધાયું હતું.

ફોરેક્સ રિઝર્વમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA)/વિદેશી, ગોલ્ડ રિઝર્વ, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ્, અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતની રિઝર્વ પોઝિશનનો સમાવેશ થાય છે. આ બધામાં ફોરેક્સ કરન્સી એસેટ્સ એ વિદેશી હૂંડિયામણનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 3.2 અબજ ડોલર વધીને 413.65 અબજ ડોલરે પહોંચી ગયું હતું. તો દેશનું સત્તાવાર સુવર્ણ ભંડાર પણ 30.1 કરોડ ડોલરની વૃદ્ધિમાં 27.35 અબજ ડોલર નોંધાયું હતું. IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 1 કરોડ ડોલરના વધારામાં 3.64 અબજ ડોલર અને SDR 20 લાખ ડોલરની વૃદ્ધિમાં 1.44 અબજ ડોલર થયું હતું.

READ ALSO

Related posts

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, કહ્યું: “સારું થયું આગ ન લાગી”

pratik shah

કેરળ: કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 થયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

pratik shah

રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સ આવી સામે, સુશાંત કે મહેશ ભટ્ટ નહીં આ વ્યક્તિને કર્યા છે વારંવાર ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!