GSTV

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Last Updated on October 26, 2021 by Zainul Ansari

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)એ મંગળવારે વૈશ્વિક ભાગીદારોના સહયોગથી ભારતમાં કૌશલ્ય માટે તેના પ્રકારના પ્રથમ ‘ઈમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ કર્યા છે. તેમાં યુએસ 14.4 મિલિયન ડોલરનું ફંડ પણ સામેલ છે, જેનાથી 50 હજાર યુવાનોને રોજગાર મળશે.

NSDCની સાથે તેમા HRH પ્રિન્સ ચાર્લ્સનું બ્રિટિશ એશિયન ટ્રસ્ટ, માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન (MSDF), ધ ચિલ્ડ્રન્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડ ફાઉન્ડેશન, HSBC ઈન્ડિયા, JSW ફાઉન્ડેશન અને USAID ટેકનિકલ ભાગીદારો તરીકે સામેલ છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ (SIB) જાહેર, ખાનગી ભાગીદારો અને અને એક જાહેર ખાનગી ભાગીદારી સંગઠન, NSDCને સામેલ કરનાર પ્રથમ પ્રભાવી બોન્ડ પણ છે.

NSDC અને MSDFએ ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણકારો છે જેમણે ચાર વર્ષના ઇમ્પેક્ટ બોન્ડના જીવનકાળ માટે કાર્યક્રમ લાગૂ કરવા માટે સર્વિસ કંપનીને 4 મિનિયન અમેરિકન ડોલરની પ્રતિબદ્ધતા આપી છે. આ ગઠબંધનથી આગામી ચાર વર્ષમાં ભારતમાં 50,000 યુવાનોને ફાયદો થવાનો અંદાજ છે, જેમાં 14.4 મિલિયન અમેરિકી ડોલરનું ફંડ ઉમેરવામાં આવશે.

સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડમાં મહિલાઓ અને છોકરીઓ માટે 60 ટકા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે. તેનો હેતુ મહિલાઓ અને યુવતીઓને મહત્તમ વ્યાવસાયિક સ્તરે તાલીમ આપવાનો અને છૂટક બજાર, વસ્ત્રો, આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં તેમની પહોંચ વધારવાનો છે.

NSDCના અધ્યક્ષ એ.એમ. નાઈકે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખાસ કરીને મહિલાઓના જીવનમાં પરિવર્તનકારી અસર કરવાની ક્ષમતા ધરાવે છે. સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ NSDC અને સન્માનિત વૈશ્વિક સંગઠનો અને ભારતમાં કૌશલ્ય પરિણામોમાં સુધાર માટે એક સહયોગી પ્રયાસ છે.

આ ઈમ્પેક્ટ બોન્ડનું ધ્યાન યુવા રોજગાર સંકટને હળવું કરવાનો છે અને ખાસ કરીને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવાનો છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ મહિલાઓની રોજગારની સમસ્યા અને કોરોના મહામારીની નકારાત્મક અસરના પ્રતિસાદનું પરિણામ છે.

Read Also

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!