GSTV
Home » News » મોદીના રાજમાં દેશ દેવામાં ડૂબ્યો : 49 ટકાનો વધારો, આંક જાણશો તો ચક્કર આવશે

મોદીના રાજમાં દેશ દેવામાં ડૂબ્યો : 49 ટકાનો વધારો, આંક જાણશો તો ચક્કર આવશે

આગામી લોકસભા ચુંટણી માટે કેન્દ્રની મોદી સરકાર ઘણી બધી રીતે લોકોને લલચાવવા યોજનાઓ પર વિચાર કરી રહી છે. બીજી તરફ, દેશની રાજકોષીય ખાઘ પણ વધી રહી છે. દરમિયાન, અન્ય એક આઘાતજનક સમાચાર બહાર આવી રહ્યા છે કે, મોદી સરકારના કાર્યકાળમાં દેશના દેવામાં 49 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના દેવા અંગેની સ્ટેટસ રિપોર્ટની આઠમી આવૃત્તિ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, નરેન્દ્ર મોદી સરકારનું દેવું 49 ટકા વધીને રૂપિયા 82 લાખ કરોડ થઈ ગયું છે.

માર્કેટ લોન 47.5 ટકા વધીને 52 લાખ કરોડ રૂપિયાથી વધું રહી

નાણામંત્રાલયના સરકારના દેવા અંગેના આંકડા મુજબ, જૂન 2014માં સરકાર પર કુલ દેવાની રકમ રૂ. 54,90,763 કરોડ હતી, જે સપ્ટેમ્બર 2018માં વધીને 82,03,253 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. સરકાર પર દેવામાં ભારે વધારાનું કારણ પબ્લિક ડેટમાં 51.7 ટકાની વૃદ્ધિ છે. જો જાહેર દેવું પાછલા સાડા ચાર વર્ષમાં 48 લાખ કરોડથી વધીને 73 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. પબ્લિક ડેટમાં આ વૃદ્ધિ ઈન્ટરનલ ડેટમાં 54 ટકાની વૃદ્ધિના કારણે આવી છે. જે લગભગ 68 લાખ કરોડ રૂપિયાએ પહોંચી છે. આ સમયગાળામાં માર્કેટ લોન 47.5 ટકા વધીને 52 લાખ કરોડ રૂપિયાથી વધું રહી છે. જૂન 2014ના અંત સુધીમાં ગોલ્ડ બોન્ડ દ્રારા દેવું લેવામાં આવ્યું નથી અને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ સહિત આ 9,089 કરોડ રૂપિયા પર યથાવત રહ્યું છે.

રાજકોષીય ખાઘ 7.17 લાખ કરોડ રૂપિયા રહી

કેન્દ્રીય નાણા મંત્રાલયએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના દેવા પર સ્ટેટસ પેપરમાં ભારત સરકારના સંપૂર્ણ દેવાની વિસ્તૃત વિગત આપવામાં આવી છે. સરકાર 2010-11થી જ સરકારી દેવા પર સ્ટેટસ પેપર લાવી રહી છે. જો કે, પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના બધા દેવા મધ્યમ ગાળામાં નીચે જઈ રહ્યા છે. સરકાર તેની રાજકોષીય ખાઘને પહોંચી વળવા માટે માર્કેટ લિક્ડ બોરોઈંગ્સનો સહારો લઈ રહી છે. પારંપારિક સૂચક આંક અનુસાર, સરકારનું ડેટ પ્રોફાઈલ ડેટ સસ્ટેબિલિટી પેરામીટર્સના આધાર પર યોગ્ય છે અને સતત સુધારો થઈ રહ્યો છે. દેશમાં દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં નવેમ્બર સુધીમાં રાજકોષીય ખાઘ 7.17 લાખ કરોડ રૂપિયા અથવા આખા વર્ષના 6.24 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યના 114.8 ટકા રહી છે.

Related posts

રાજકોટમાં ભારતનું શુભમૂહૂર્ત : ગુજરાતનું આ મેદાન હતું ભારત માટે અપશુકનિયાળ

Mayur

ટ્રમ્પ ભલે ના પાડે પણ અમેરિકાએ સ્વીકારી લીધું કે ઈરાનના હુમલામાં અમને થયું છે ભારે નુક્સાન

Arohi

2000ની નોટમાં થયો છે મોટો ખુલાસો, હાથમાં પકડતાં 10 વાર વિચાર કરજો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!