GSTV

ભારતીય ફિલ્મોની કમાણી 5000 કરોડના નવા સર્વોચ્ચ શિખરે આંબી જશે

Last Updated on December 1, 2019 by Mansi Patel

વર્ષ 2018 બોક્સ ઓફિસ માટે એક ઐતિહાસિક હતું. કેમ કે, પહેલી વાર બોલીવુડ અને હોલિવુડ રિલીઝના સંયુક્ત સંગ્રહે 4,000 કરોડ રૂપિયાના માઈલ સ્ટોનથી આગળ વધવામાં સફળતા હાંસિલ કરી હતી. 2017માં કમાણી 3,350 કરોડ રૂપિયાથી ઘણું પાછળ હતું, જો કે 2016 અને 2015 મામૂલી 3,400 કરોડ રૂપિયા હતું.

જો કે, 2019માં કોઈ જાદુ થવાની સંભાવના છે. આનું કારણ એ પણ છે કે 11 મહિના વિત્યા છતાં વધુ એક બાકીના મહિનામાં જ ઉદ્યોગે બોલીવુડ અને હોલીવુડ રિલીઝ પહેલા પોતાના કોફર્સમાં લગભગ 4,600 કરોડ રૂપિયા જોયા છે. આગામી ચાર શુક્રવાર આવતાની સાથે અને 8 ઉલ્લેખનીય રિલીઝ (બોલીવુડથી 6 અને હોલીવુડથી 2)માં 5,000 કરોડ રૂપિયાની જાદુઈ સંખ્યાને પાર કરવાનું નક્કી છે.

આ ફિલ્મો છે બોલીવુડથી દબંગ 3, ગુડ ન્યૂઝ, મે મેરી ઔર વો, પાનીપત, મર્દાની 2 અને હોલીવુડથી ધ બોડી અને જુમાનજીઃ ધ નેક્સ્ટ લેવલ અલોન્ગ સાથે જ સ્ટાર વોર્સઃ ધ રાઈસ ઓફ સ્કાયવોકર. આ તમામ ફિલ્મો બીગ બજેટ સાથે તેમાં ડિરેક્ટર, એક્ટર્સ દર્શકોના પસંદગીના છે. હવે જોવાનું રહે છે કે, નાતાલ અને ન્યૂ યર જેવા તહેવારની સીઝનમાં ફિલ્મો વચ્ચે હરીફાઈ તો થવાની જ, સાથે જ કઈ ફિલ્મ કેટલું કમાય છે અને કઈ 200થી 300 કરોડના ક્લબમાં સામેલ થાય છે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!