ભારત અને રશિયાની દોસ્તીના 70 વર્ષ પૂરા થઈ થયા. 13 એપ્રિલ 1947ના દિવસે ભારત અને રશિયા એટલે કે તત્કાલિક સોવિયત સંઘે સત્તાવાર રીતે દિલ્હી અને મોસ્કોમાં મિશન સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. બંને દેશોના સંબંધોની તાકાત એટલી હતી કે તેમને તત્કાલીન વિશ્વના સમીકરણમાં આમૂલ પરિવર્તન કરી દીધું. એટલું જ નહીં દક્ષિણી એશિયા ઉપરાંત અમેરિકા અને યુરોપીય દેશોની વિદેશ નીતિને પણ પ્રભાવીત કરી.

ભલે હાલના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો નજીક વધ્યા હોય. પરંતુ હકીકતો એ છે કે ભારતનો સાચો મિત્ર રશિયા છે. પાછલા 70 વર્ષમાં આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ બદલાઈ ગયા, ઘણા દેશો ગૃહયુદ્ધની આગમાં સળગ્યા હોય, ઘણા દેશો વચ્ચેના સંબંધો કડવા થયા હોય, પરંતુ ભારત-રશિયા વચ્ચેના સંબંધોમાં આજ સુધી કોઈ ખટાશ જોવા મળી નથી. ભારતની દરેક મુશ્કેલીમાં રશિયા હંમેશા સાથે રહ્યું છે. દુનિયાની પરવા કર્યા વિના રશિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની દોસ્તી નિભાવી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાએ 22 જૂન 1962ના દિવસે પોતાના 100માં વીટોનો ઉપયોગ કરી કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપ્યું હતું. તે સમયે સુરક્ષા પરિષદમાં આયરલેન્ડે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનો અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, ચીન ઉપરાંત ચિલી અને વેનેઝુએલા જેવા દેશોએ સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવ પાછળ ભારત વિરુદ્ધ પશ્ચિમી દેશોનું મોટું ષડયંત્ર હતું. જેનો હેતુ કાશ્મીરને ભારતથી છીનવી પાકિસ્તાનને આપી દેવાની યોજના હતી. પરંતુ રશિયાએ તે સમયે ભારતની દોસ્તી નિભાવી અને આ ષડયંત્ર નિષ્ફળ બનાવી દીધું. રશિયાની મદદે ભારત વિરુદ્ધ પ્રસ્તાવને પાસ થવા દીધું નહીં.
રશિયાએ પરમાણુ અને અંતરિક્ષ કાર્યક્રમથી લઈ વિકાસ કાર્યોમાં ભારતનો હંમેશા સાથ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના અખબાર રુસિયસ્કાયા ગજેટામાં લખેલા લેખમાં રશિયાની દોસ્તીના ખૂબ વખાણ કર્યા હતા.
Read Also
- વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!
- ભારતનો ડંકો / સ્વદેશી UPIની બ્રિટનમાં થશે એન્ટ્રી, જાણો કેવી રીતે કરી શકશો વ્યવહાર
- Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર
- ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર