Photos-ગુજરાતમાં છે દેશનું સૌથી ધનાઢ્ય ગામ: ઘરે-ઘરે NRI,રસ્તાઓ પર દોડે છે મર્સિડીઝ-BMW

દેશનું સૌથી ધનાઢ્ય ગામ કયુ છે તે તમે કદાચ નહી જાણતા હોય. આ ગામ ગુજરાતમાં જ આવેલું છે. આ ગામની તસવીર જોઇને તમને લાગતું હશે કે શું આ ખરેખર ગામ જ છે કે પછી શહેર? ખરેખર આ એક ગામ જ છે જે આવેલું છે આણંદ જિલ્લામાં. આ ગામનું નામ છે ધર્મજ. આ ગામને દેશનું સૌથી ધનાઢ્ય ગામ કહેવામાં આવે છે. અહીં તમને પાક્કા રોડ અને સ્વચ્છ રસ્તાઓ જોવા મળશે. સાથે જ અહી મેકડોનાલ્ડથી લઇને અનેક રેસ્ટોરન્ટ પણ નજરે પડશે.

આ ગામની ખાસ વાત એ છે કે તેને એનઆરઆઇનું ગામ પણ કહેવામાં આવે છે. કારણ કે અહીનાં લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ તો વિદેશમાં છે જ. આ ગામના લોકોએ જણાવ્યું કે ગામના હજારો લોકો તમને કેનેડા, અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં સરળતાથી મળી જશે.

ધર્મજ ગામની જનસંખ્યા આશરે 12 હજાર છે. પરંતુ અહી તમને અનેક પ્રાઇવેટ અને સરકારી બેન્ક મળી જશે. પરંતુ એવું નથી કે અહીની બેન્કો ખાલી રહે છે. અહીના લોકોના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થાય છે.

આ ઉપરાંત, આયુર્વેદિક હોસ્પિટલ, સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, રેઝીડેંશલ સ્કૂલ વગેરે પણ તમને આ ગામમાં મળી જશે. સાથે જ સ્વિમિંગ પુલ વાળા આલિશાન મકાન પણ અહીં જોવા મળશે.

ધર્મજ ગામમાં પાટીદાર સમાજના લોકો સૌથી વધુ રહે છે. આ ઉપરાંત બ્રાહ્મણ, દલિત, વાણિયા સમાજના લોકો તમને અહીં મળશે. અહીની સૌથી અનોખી વાત એ છે કે વિદેશમાં રહેતાં લોકો પોતાના ગામના વિકાસ માટે પૈસા મોકલે છે.

આ ગામમાં 12 જાન્યુઆરીએ ધર્મજ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વખતે પણ દુનિયાભરમાંથી ધર્મજ ગામના લોકો અંહી ધર્મજ ડે સેલિબ્રેટ કરવા આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter