GSTV

જેવા સાથે તેવા / ભારતે પાકિસ્તાનને વધુ એક મોરચે આપ્યો મોટો ઝટકો, આ ઈન્ડસ્ટ્રીઝ સાફ થઈ જશે અને વેપારીઓ બરબાદ

Last Updated on June 25, 2021 by Harshad Patel

ભારતે બાસમતી ચોખાના પ્રોટેક્ટેડ જિઓગ્રાફિકલ ઈંડિકેશન અર્થાત PGI ટેગ માટે યુરોપિયન યુનિયન (ઇયુ) ને અરજી કરી ત્યારે પાકિસ્તાન વિરોધમાં ઉતરી આવ્યું હતું. પરંતુ હવે પાકિસ્તાન ચોખાની નિકાસને લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતથી પાછળ છે અને તેણે ભારત પર નિકાસ વ્યવસાયને બગાડવાનો આરોપ લગાવ્યો છે.

શું ડબ્લ્યુટીઓ સમક્ષ પાકિસ્તાન ફરિયાદ કરશે?

પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે ‘આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા નિયમો’ નું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે પાકિસ્તાનના ચોખાની નિકાસને મોટું નુકસાન થયું છે. આ પછી પાકિસ્તાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત સામે ફરિયાદ કરવાની પણ વાત કરી છે. ચાલો તમને જણાવી દઈએ કે ચોખા ઉદ્યોગ પાકિસ્તાનમાં સૌથી મોટો ઉદ્યોગ છે અને પાકિસ્તાનની જીડીપીમાં ચોખાની નિકાસનો મોટો ફાળો રહે છે.

પાકિસ્તાનની નિકાસમાં 14 ટકાનો ઘટાડો થયો

પાકિસ્તાની અખબાર ધ ડોનના રિપોર્ટ મુજબ પાકિસ્તાનની ચોખાની નિકાસ ગત વર્ષની સરખામણીએ 14 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ 2020 અને મે 2021 ની વચ્ચે, પાકિસ્તાને 3.3 મિલિયન ટન ચોખાની નિકાસ કરી છે, જે અગાઉના વર્ષના 3.87 મિલિયન ટન હતી.

પાકિસ્તાને ઓછા ભાવે નિકાસનો કર્યો આક્ષેપ

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન કરતા ઘણા ઓછા ભાવે અન્ય દેશોમાં ચોખાની નિકાસ કરી છે, જેના કારણે પાકિસ્તાનની નિકાસમાં ઘટાડો થયો છે. પાકિસ્તાનના ચોખા એક્સપોર્ટર્સ એસોસિયેશન (REAP) ના પ્રમુખ અબ્દુલ કય્યુમ પરાચાએ જણાવ્યું હતું કે, ભારત સરેરાશ 360 ડોલર પ્રતિ ટનના દરે ચોખાની નિકાસ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન તેના ચોખા પ્રતિ ટન 450 ડોલર વેચે છે. ટન દીઠ આશરે 90થી 100 ડોલરના તફાવતને કારણે અમારી નિકાસને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah

Bigg Boss / સીઝન 15માં આ અભિનેત્રીઓની એન્ટ્રી પાક્કી, ગ્લેમરનો લગાવશે ફુલ તડકો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!