GSTV
Home » News » અમેરિકા પર ભારત લગાવશે જવાબી આયાતી શુલ્ક, 90 કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા

અમેરિકા પર ભારત લગાવશે જવાબી આયાતી શુલ્ક, 90 કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા

અમેરિકા દ્વારા ભારતીય કૃષિ ઉત્પાદનોની આયાત પર લગાવવામાં આવેલા શુલ્કના જવાબમાં ભારતે પણ અમેરિકાના ઉત્પાદનો પર શુલ્ક લગાવે તેવી શક્યતા છે. આમા સફરજન, બદામ, દાળ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ મુજબ ભારત દ્વારા વળતો ટેરિફ લગાવવામાં આવશે તો અમેરિકાની નિકાસમાં 90 કરોડ ડોલરનો ફરક પડશે.

ગત વર્ષ ભારતે અમેરિકાના સફરજન, બદામ, અખરોટ અને દાળ જેવી ચીજવસ્તુઓ પર આયાત શુલ્કમાં વધારો કર્યો હતો. આ નિર્ણય રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની ચીજવસ્તુઓની આયાત પર ટેરિફ લગાવાયા બાદ કરવામાં આવ્યો હતો. જો કે ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જે વળતો ટેરિફ લાગુ કરવામાં વિલંબ કરી રહ્યો છે. આ ટેરિફનું એલાન છ માસ પહેલા જ થઈ ચુક્યું હતું.

ગત વર્ષ ઓક્ટોબરમાં ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. ટ્રમ્પનો આરોપ હતો કે ભારતે અમેરિકાની ચીજવસ્તુઓની આયાત પર ટેરિફ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ચીન, કેનેડા, યુરોપિયન યુનિયન, સાઉદી અરેબિયા અને તુર્કીએ પણ અમેરિકાની ચીજવસ્તુઓ પર જવાબી કરની ઘોષણા કરી છે. આ દેશોએ અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર આયાત શુલ્કમાં વધારો કર્યો છે. ચીન, તુર્કી, ઈયુ, કેનેડા અને મેક્સિકોમાં લગભગ 800 ચીજવસ્તુઓ પર વળતો ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે 23 માર્ચ-2018ના રોજ અમેરિકાએ સ્ટીલની આયાત પર 25 ટકા અને એલ્યુમિનિયમની આયાત પર 10 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. જેના કારણે ઘણાં દેશોએ અમેરિકાની ફૂડ પ્રોડક્ટ્સ પર કર લાગુ કરાવી દીધો હતો. ભારત દ્વારા ઘોષિત આયાત શુલ્ક હજી લાગુ કરવામાં આવ્યું નથી અને તેના ઉપર ટ્રમ્પ પ્રશાસન સાથે વાતચીત ચાલુ છે.

આયાત શુલ્ક લાગુ કરવાની તારીખ ઘણીવાર ટાળવામાં આવી છે અને હવે તેને 31 જાન્યુઆરી-2019ના રોજ લાગુ કરવામાં આવશે. સરકાર અમેરિકાથી આયાત થનારા સફરજન પર 30 ટકા આયાત શુલ્ક લગાવે તેવી શક્યતા છે. અમેરિકાના વહીવટી તંત્રે વ્યાપાર સહયોગ પેકેજનું એલાન કરીને વળતા ટેરિફની અસરને ઘટાડવાની કોશિશ કરી છે.

Related posts

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

ઓ બાપ રે, 1 લાખ કરોડ ભેગા કરવા નફો કરતી દેશની જાયન્ટ કંપનીએ વેચી મારશે મોદી સરકાર

Bansari

આશ્રમ કેસમાં મોટા ખુલાસા, કોઈ પણ સમયે ડાન્સ કરવા માટે કરાતા હતા મજબૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!