GSTV
Home » News » વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક

વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક

વિશ્વ બેંક દ્વારા જારી એક આંકડામાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારત આજે પણ ટોચના દેશોમાં ટોપ પર છે. ફરી વખત મોટા પ્રમાણમાં વિદેશથી ભારતમાં ધન મોકલવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયોએ વિદેશથી આ વર્ષે ૮૦ અબજ ડોલર મોકલ્યા હતા. જ્યારે ૬૭ અબજ ડોલર સાથે ચીન બીજા છે અને ત્રીજા ક્રમે ફિલિપાઇન્સ અને મેક્સિકો છે.

વિશ્વ બેંકના માઇગ્રેશન ડેવલપમેન્ટ બ્રિફના હાલના એડિશનમાં આ માહિતી આપવામાં આવી છે જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી વિદેશથી ભારતમાં પૈસા મોકલવામાં ભારતીયો ટોચના સ્થાને છે. જ્યારે આ મામલે ચીનને પણ પાછળ રાખી દીધા છે.

મોટા ભાગે પરિવાર ભારતમાં રહેતો હોય અને મજૂરી કે અન્ય કોઇ કામ માટે વિદેશ ગયેલા ભારતીયો પોતાના પરિવાર માટે ભારત પૈસા મોકલતા હોય છે. અને તેનું પ્રમાણ વધુ હોવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે મોટા પ્રમાણમાં ભારતીયોએ રોજગારી માટે વિદેશમા જવુ પડી રહ્યું છે. પ્રવાસી ભારતીયોએ આ વર્ષે ૮૦ અબજ ડોલર ભારત મોકલ્યા હતા. ૬૭ અબજ ડોલર મોકલવા બદલ ચીની નાગરીકો બીજા ક્રમે છે છે. વિકશિત દેશોને મોકલવામાં આવેલુ વિદેશી ધનનું પ્રમાણ પણ વધ્યું છે.

સામાન્ય રીતે વિદેશથી જ્યારે ધનની આવક વધે છે ત્યારે દેશના જીડીપીમાં પણ ઉછાળો આવી શકે છે અને તેનાથી અર્થતંત્રને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને બ્રિટન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશો ભારતીયો અને વિદેશીઓ માટે રસ્તા બંધ કરી રહ્યા છે અને પ્રવેશતા અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે સ્થિતિ વચ્ચે પણ ભારતીયો સંઘર્ષ કરીને વિદેશમાં પૈસા કમાઇ રહ્યા છે.

Related posts

હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા

Mansi Patel

મહિલાઓની સામે થતાં અપરાધ પર બોલ્યા રાહુલ ગાંધી, હિંસામાં વિશ્વાસ રાખતા ચલાવી રહ્યા છે દેશ

Mansi Patel

ઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!