ભારતે શ્રીનગરથી શારજાહની ફ્લાઈટ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી છે અને સામાન્ય લોકોના હિતમાં મંજૂરી આપવા માટે પાકિસ્તાનને અનુરોધ કર્યો છે.

પાકિસ્તાની અધિકારીઓએ પહેલા 23,24,26,28ના રોજ ગો ફર્સ્ટની ફ્લાઈટને એર સ્પેસના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.એ પછી પાકિસ્તાને 30 નવેમ્બર સુધી મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.આ મુદ્દો પાકિસ્તાન સમક્ષ ભારત સરકારે ઉઠાવ્યો છે અને પાકિસ્તાનને કહ્યુ છે કે, આ રુટ પર ટિકિટ બૂક કરનારા લોકોના હિતમાં પાકિસ્તાન પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપે.

ભારતે આ વિનંતી કરી છે તેનુ કારણ છે કે, પાકિસ્તાન ઉપરથી આ ફ્લાઈટ પસાર ના થાય તો લાંબો રુટ પસંદ કરવો પડે તેમ છે.જેમાં બીજી 40 મિનિટ જાય તેમ છે અને તેના કારણે ટિકિટના ભાવમાં વધારો પણ થઈ શકે છે.
પાકિસ્તાને પણ કકબુલ્યુ છે કે, ભારતને આ ફલાઈટ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે.
Read Also
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા