GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

India Corona Update/ દેશમાં કોરોનાની સુપર સ્પીડ: સતત ત્રીજા દિવસે 3 લાખથી વધુ કેસ, સૌથી વધુ સંક્રમિત ટૉપ-5 રાજ્યોમાં ગુજરાત

કોરોના

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 3.37 લાખ કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ વધીને 21 લાખ થઈ ગયા છે.

કોરોનાને કારણે 488 લોકોએ જીવ ગુમાવ્યા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 488 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,88,884 લોકોના મોત થયા છે.

કોરોના

ઓમિક્રોન કેસ 10 હજારને પાર

શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,63,01,482 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, ઓમિક્રોનનો કેસ 10 હજારને પાર કરી ગયો છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં 10,050 કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં 3.69% નો વધારો થયો છે.

કોરોના

દેશના 5 સૌથી વધુ સંક્રમિત રાજ્યો

દેશના 5 સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 48,270 કેસ નોંધાયા છે. આ પછી કર્ણાટક (48,049 કેસ), કેરળ (41,668 કેસ), તમિલનાડુ 29,870 કેસ, ગુજરાતમાં 21,225 કેસ નોંધાયા છે. દેશમાં મળી આવેલા કુલ કેસોમાંથી 56.0% કેસ આ 5 રાજ્યોમાં મળી આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં 14.29% કેસ છે. ભારતમાં રિકવરી રેટ વધીને 93.31% થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,63,01,482 દર્દીઓ સાજા થયા છે.

Read Also

Related posts

VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો

Vushank Shukla

મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

Hardik Hingu

આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો

Vushank Shukla
GSTV