કોરોનાના કહેર સમગ્ર દેશમાં વર્તાઈ રહ્યો છે. ત્યારે આવા સમયે કોરોનાના કેસોમાં આજે કમી આવી છે. જેનાથી દેશવાસીઓને થોડી રાહત થઈ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસો આવ્યા છે. જે કાલે એટલે કે, શુક્રવારથી 9550 ઓછા છે. તો વળી દૈનિક સંક્રમણ દર પણ કાલની સરખામણીએ થોડો ઓછો છે. શુક્રવારે તે 17.94 ટકા હતો, જ્યારે આજે તે 17.22 ટકા છે.
India reports 3,37,704 new COVID cases (9,550 less than yesterday), 488 deaths, and 2,42,676 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 22, 2022
Active case: 21,13,365
Daily positivity rate: 17.22%
10,050 total Omicron cases detected so far; an increase of 3.69% since yesterday pic.twitter.com/sZburym82e
આ તમામની વચ્ચે 24 કલાકમાં દેશમાં કોરોનાથી 488 લોકોના મોત પણ થયા છે. આવા સમયે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 884 થઈ ગઈ છે. દેશમાં હાલ આ સમયે 21,13,365 એક્ટિવ કેસ છે. જ્યારે 2,42,676 છેલ્લા 24 કલાકમાં સાજા થયા છે. તો વળી અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 10050 કેસ થઈ ગયા છે. કાલની સરખામણીએ ઓમિક્રોનના કેસમાં 3.69 ટકાનો વધારો થયો છે.

આપને જણાવી દઈએ કે, શુક્રવારે આ આંકડો ખૂબ જ ડરામણો હતો. કાલ દેશભરમાં કોરોનાથી સંક્રમણના 3,47,254 નવા કેસ આવ્યા હતાં. ગુરૂવારની સરખામણીએ 29722 વધારે હતાં. તો વળી દૈનિક સંક્રમણ દર પણ 16.41 ટકાથી ઉપર ઉઠીને 17.94 ટકા થઈ ગયો હતો. જ્યારે કોરોનાથી થયેલા મોતનો આંકડો પણ ડરામણો હતો. કાલ કુલ 703 લોકોના મૃત્યુ થયા હતા. તો વળી ઓમિક્રોનના કુલ 9692 કેસો થઈ ગયા હતા. જો કે, આજે પણ તેમાં વધારો થયો છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી