GSTV
NIB

પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન પર ઇસ્લામિક દેશોના સંગઠને આપી પ્રતિક્રિયા, ભારતે લગાવી ફટકાર

ભારતે પયગંબર મોહમ્મદ વિવાદ પર પાકિસ્તાનને ચોખુ ચોપડાવી દીધા બાદ સોમવારે ઈસ્લામીક સહયોગ સંગઠનને પણ ફટકાર લગાવી. ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓની કથિત વિવાદિત ટીપ્પણીને લઈને દેશની ટીકા કરવા અંગે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે ભાજપના બે પ્રવક્તાની વિવાદાસ્પદ ટિપ્પણી પર મુસ્લિમ રાષ્ટ્રોના સમૂહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને અમે નકારી કાઢીએ છીએ. જોકે મુસ્લિમ રાષ્ટ્રોના સમૂહ દ્વારા આ નિવેદન ભારતનું છે અને આ ભારતની વિચારધારા છે તેવા મંતવ્યને ફગાવતા કહ્યું કે તેમના આ વિચારો અયોગ્ય અને સંકુચિત માનસિકતા ધરાવે છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, અરિંદમ બાગચીએ કહ્યું કે, “અમે ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી-જનરલનું નિવેદનને ધ્યાનમાં લીધુ છે. ભારત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન ઓન ઈન્ડિયાની સમાજવાદની આ વિચારશ્રેણીને નકારી કાઢી છે”.એક ન્યૂઝ ચેનલ પર પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી માટે જવાબદાર બે પ્રવકત્તા-નેતાઓ સામે ભાજપે કડક કાર્યવાહી કરી છે.

Related posts

કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે ગાંધીનગરમાં ચૂંટણી પંચ સમક્ષ કરી ફરીયાદ, કલોલ પોલીસ પર કર્યા છે ગંભીર આરોપ

pratikshah

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જંગી સભાઓ ગજવશે

pratikshah

પ્રચારનો સુપ સન્ડે! PM મોદી, કેજરીવાલ અને ખડગેની તાબડતોડ રેલીઓ

pratikshah
GSTV