GSTV
Gujarat Government Advertisement

સીમા વિવાદ પર ડ્રેગનની નફ્ફટાઈ: ચીને મુકી 2 શરતો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Last Updated on October 30, 2020 by pratik shah

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે ચીને મુકેલી બે શરત માનવાનો ભારતે ઈનકાર કરી દીધો છે. લદ્દાખમાં આવેલા પેંગોંગ લેક પાસેના વિસ્તારમાં ચીને કરેલી ઘૂસણખોરી બાદ બંને દેશ વચ્ચે તનાવ ચાલી રહ્યો છે.જેને દુર કરવા માટે વાટાઘાટો પણ ચાલી રહી છે.જોકે તેમાં બંને દેશો કોઈ સંમતિ પર આવી શક્યા નથી.

સીમા વિવાદ

પોતાની સાથે ભારતની સીમા નક્કી કરી રહ્યું છે ચીન

આ વાર્તાલાપ દરમિયાન ચીને નવી બે શરત મુકી હતી.જોકે ચીનની લુચ્ચાઈ જાણી ગયેલા ભારતે આ શરત માનવાનો ઈનકાર કરી દીધો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આઠમા રાઉન્ડની વાતચીતમાં ચીની સૈન્યના અધિકારીઓએ કહ્યુ હતુ કે, પેંગોંગ લેક આસપાસના વિસ્તારમાં ભારતની સેના ફિંગર ત્રણ સુધી અને ચીનની સેના ફિંગર પાંચ સુધી પેટ્રોલિંગ કરશે. આમ ચીન ભારતની સાથે સાથે પોતાની સીમા પણ નક્કી કરી રહ્યુ હતુ.

ભારતે નકારી ચીનની શરતો

ચીને કહ્યુ હતુ કે, આ બે શરત ભારત માની લે તો ચીન ફિંગર ચારની આસપાસના પહાડો અને પેંગોંગ લેકના ઉત્તરી કિનારા પરથી સેના હટાવી લેશે. જોકે આ પહેલા ભારતીય સેના ફિંગર આઠ સુધી પેટ્રોલિંગ કરતી રહી છે. કારણકે ભારતનુ માનવુ છે કે, લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ ફિંગર આઠ પાસેથી પસાર થાય છે. જ્યારે ચીન માને છે કે, એલએસી ફિંગર ચાર પાસથી પસાર થાય છે.એટલે માત્ર ફિંગર 3 વિસ્તાર સુધી પેટ્રોલિંગ કરવાની શરત માનવાની ભારતે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ઈન્દિરા ગાંધી કાળની ઈમરજન્સીની અંતિમ નિશાનીને 46 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ, બદલી દીધા આ નિયમો

Bansari

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!