GSTV
India News ટોપ સ્ટોરી

Tit For Tat! / બ્રિટેનને ભારતે આપ્યો જેવા સાથે તેવાનો જવાબ!, દિલ્હી ખાતે કરી આ મોટી કાર્યવાહી

કૂટનીતિમાં જેવા સાથે તેવાની ફોર્મ્યૂલા અપનાવતા ભારત સરકારે બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાને સુરક્ષા ઘેરો ઘટાડી દીધો છે. આ બંને સ્થળોના બહારના ગેટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જેને બુધવારે સવારે હટાવી દેવામાં આવ્યા છે. આ બેરિકેડ્સને સુરક્ષા વ્યવસ્થાનો પ્રથમ કોર્ડન માનવામાં આવે છે.

-ભારતે હાઈ કમિશનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે

જોકે અધિકારીઓનું કહેવું છે કે, અન્ય કોઈ દેશના દૂતાવાસોની સુરક્ષામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, પરંતુ આ પ્રતીકાત્મક પગલાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં સતત થઈ રહેલા વિરોધના વિરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારત તરફથી બ્રિટિશ સરકાર દ્વારા તેના હાઈ કમિશનની સુરક્ષા વ્યવસ્થાને લઈને સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરંતુ તેની કોઈ અસર થઈ નથી. છેલ્લા એક સપ્તાહમાં ખાલિસ્તાનના સમર્થકો દ્વારા બે હિંસક પ્રદર્શનો થયા છે. ગયા રવિવારે ખાલિસ્તાન સમર્થકો દ્વારા હાઈ કમિશન બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ભારતીય ત્રિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું હતું.

-ભારતીય દૂતાવાસો સામે પ્રદર્શન

નોંધનીય છે કે, ખાલિસ્તાન સમર્થકોએ તાજેતરના સમયમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ભારતીય હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટની સામે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું છે. ભારતે આ તમામ દેશો સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. રવિવારની ઘટના બાદ ભારત સરકારે ભારતમાં બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

READ ALSO

Related posts

રાહુલ કે નીતીશ નહીં, ખડગે INDIA ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર બની શકે છે, સોનિયા ગાંધીએ આપ્યા સંકેત

Padma Patel

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર

pratikshah

‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન

Padma Patel
GSTV