GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

વિશ્વના સૌથી વધુ 7 સંક્રમિત દેશોમાં સાજા થવામાં ભારત છે ત્રીજા સ્થાને, આ રિકવરી સાથે 2.80 મૃત્યુદર

કોરોના

વિશ્વમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. વિશ્વમાં કોરોના સંક્રમિત સૌથી વધુ અસરગ્રસ્ત 7 દેશોમાં સ્પેનમાં સૌથી વધારે રિવકરી રેટ મળ્યો છે. રિકવરી દરમાં ભારત વિશ્વમાં 3 જા સ્થાન પર પહોંચ્યું છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ વસતી હોવા છતાં ભારતમાં સંક્રમણ ફેલાવાનો દર ખૂબ જ ધીમો રહ્યો છે. ભારતમાં મૃત્યુ દરમાં પણ મોટો ઘટાડો છે. વિશ્વના 7 સૌથી વધુ સંક્રમિત દેશો સામે ભારત છઠ્ઠા સ્થાને છે. ઈટાલી અને યુકેમાં મૃત્યુદર 14 ટકાથી પણ વધારે છે. જેની સરખામણીએ ભારતમાં મૃત્યુદર મામલે ખૂબજ નીચે છે. ભારતમાં કોરોના સંક્રમણ સામે મોત બહુ ઓછા રહ્યા છે.

દેશમાં પ્રત્યેક 1 લાખની વસ્તી પર 7.1 લોકો સંક્રમિત

દેશમાં પ્રત્યેક 1 લાખની વસ્તી પર 7.1 લોકો સંક્રમિત મળી રહ્યા છે. જે અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઓછી છે. અમેરિકામાં એક લાખની વસ્તી પર 431, બ્રિટનમાં 494 અને ઈટાલીમાં 372 દર્દી મળ્યા છે. વિશ્વમાં 7 દેશો એવા છે જ્યાં 2 લાખથી વધારે દર્દીઓ છે. આ દેશોમાં સાજા થનારામાં ભારત ત્રીજા નંબર છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત 7 દેશમાં સ્પેનનો રિકવરી રેટ હાઈ છે. જ્યારે ભારત ત્રીજા નંબર પર છે. ભારતનો રિકવરી રેટ 48.3 ટકા છે. એટલે કે પ્રત્યેક 100 પૈકી 48 દર્દીને સારું થઈ રહ્યું છે. UKમાં સૌથી નીચો રિકવરી રેટ છે. અહીં અત્યાર સુધીમાં બે લાખ દર્દી પૈકી ફક્ત 0.001 ટકા દર્દીને જ સારું થયું છે. સ્પેનમાં સૌથી વધારે 68.69 ટકા રિકવરી રેટ છે.

વિશ્વના વિવિધ દેશોમાં રિકવરી દર અને મૃત્યુદર

દેશરિકવરી દરમૃત્યુદર
સ્પેન68.69%9.50%
ઈટાલી67.90%14.40%
ભારત48.30%2.80%
રશિયા42.40%1.18%
અમેરિકા33.09%5.74%
બ્રાઝીલ39.87%5.67%
UK0.00%14.10%

મૃત્યુદર મામલે વિશ્વમાં ભારતનું છે 6ઠ્ઠું સ્થાન

વિશ્વમાં મૃત્યુદર મામલે ભારત વિશ્વમાં સૌથી વધુ સંક્રમિત દેશોમાં છઠ્ઠા સ્થાને છે. વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ દર ઈટાલીમાં છે. જ્યારે બીજા નંબરે યુકેનો આવે છે.બંને દેશોમાં મૃત્યુદર 14 ટકાથી વધારે છે. સૌથી વધુ સંક્રમિત સાત દેશોમાં સૌથી ઓછા મૃત્યુદર મામલે રશિયા 1.18 ટકા અને ભારત 2.80 ટકા પર છે. ભારતમાં રિકવરી દર સારો થવા સાથે મૃત્યુ દર નીચો છે. જે ખૂબજ સારી સફળતા કહી શકાય.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!