GSTV

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાક અત્યાર સુધીનો સૌથી વધુ એક દિવસીય રેકોર્ડેબલ આંક સાથે 67 હજારને પાર થયો છે. વર્ડોમિટરના આંક મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 67066 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં આ અગાઉ 8 ઓગસ્ટના 65હજાર રેકોર્ડબ્રેક કેસ હતા. એક સપ્તાહ કરતા ઓછા સમયમાં કોરોનાના કેસોમાં નવો રેકોર્ડ બન્યો છે.

29 જુલાઈ બાદ 50 હજારથી નીચે નથી આવ્યો આંક

દેશમાં 29 જુલાઈ બાદ કોરોના સંક્રમણનો આંક 50 હજારથી નીચે આવ્યો જ નથી. દેશમાં છેલ્લા 28 જુલાઈ સુધીમાં 15.32 લાખ કેસ હતા. અર્થાત દેશમાં છેલ્લા 15 દિવસમાં 9 લાખથી વધુ લોકો ઈન્ફેક્ટેડ થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 23.97 લાખથી વધારે લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવી ચૂક્યો છે. જેમાં 47 હજારથી વધુ લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે. જ્યારે દેશમાં 17 લાખજેટલા લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે.  દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 6.52 લાખને પાર થઈ છે.

7 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસો 1 લાખને પાર

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5.48 લાખ લોકો ઈન્ફેક્ટેડ થઈ ચૂક્યા છે. જ્યારે હાલમાં 1.47 લાખથી વધુ એક્ટિવ કેસ છે. તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 3.14 લાખ થઈ છે.  તામિલનાડુમાં પણ કોરોના મહામારીના વધુ નવા 5871 કેસ નોંધાતા કુલ આંક 3.15 લાખ થયા છે. આંધ્રપ્રદેશમાં વધુ નવા 9597 નવા કેસ સાથે કુલ આંક 2.54 લાખને પાર થયો છે.  કર્ણાટકમાં નવા 7883 નવા કેસ સાથે કુલ આંક 2 લાખની નજીક પહોંચી ગયો છે. કર્ણાટકમાં 1.96 લાખ કેસ થયા છે. કર્ણાટકમાં 80હજારથી વધુ એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 90425 છે. તામિલનાડુમાં 53 હજાર છે. ઉત્તર પ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 49 હજારને પાર થઈ ગઈ છે. દેશમાં 7 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ 1 લાખને પાર થઈ ગયા છે.

READ ALSO

Related posts

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, અસદુદ્દીન ઓવૈસીને આતંકવાદી અને દેશ વિરોધી જાહેર કરો !

Dilip Patel

ખેડૂત આંદોલન ન અટક્યું તો આ રાજ્યમાં ભાજપ સરકાર થઈ શકે છે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!