ભારતમાં કોરોના વાયરસના કેસ નોંધાયા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે વાયરસ વધુ ન ફેલાય તે માટે ભાગરૂપે જરૂરી તમામ પગલાં ભર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તકેદારીના ભાગરૂપે દેશમાં 5 હજાર 123 લોકોને ઘરોમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીમાં કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે કેન્દ્રએ ચીન માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને ચીનનો પ્રવાસ ન કરવા માટે જણાવ્યું છે.

દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે 741 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી કેરળના ત્રણ લોકોના પોઝિટીવ રિપોર્ટ છે જ્યારે બાકીના 738 લોકોના રિપોર્ટ નેગેટિવ છે. કેરળમાં ત્રણ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ 2 હજાર 421 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સમીક્ષા બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે જે વ્યક્તિ 15 જાન્યુઆરી બાદથી અત્યાર સુધી ચીન ગઇ હશે તેમની જરૂરિયાત પડશે તો તપાસ થશે અને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. વિદેશ મંત્રાલયે ચીનમાં રહેનારા ભારતીયો માટે હોટલાઇન નંબર અને ઇમેલ જાહેર કર્યા છે.

અમને પાકિસ્તાન તરફથી એવો કોઈ અનુરોધ મળ્યો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારને જ્યારે પુછવામાં આવ્યું કે, ચીનમાં ફસાયેલા પાકિસ્તાનીઓેને ભારત સરકારને મદદ કરવાની અપીલ કરે તો શું તેના પર કોઈ ચર્ચા થઈ છે, તો રવીશ કુમારે જણાવ્યું હતું કે, અમને પાકિસ્તાન તરફથી એવો કોઈ અનુરોધ મળ્યો નથી. જો એવી કોઈ પરિસ્થિતી આવશે તો અમે જરૂર તેના પર વિચાર કરીશું.

વિદેશ મંત્રાલયે કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા ચીનના શહેર વુહાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે લાવવા માટે ચીને કરેલા સહયોગના વખાણ કર્યા હતા. વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, ભારતે 2 વિમાન મારફતે 640 ભારતીય અને માલદીવના 7 નાગરિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

આ દરમિયાન પુછવામાં આવ્યું કે, ચીનમાં ફસાયેલા પાકિસ્તાનીઓેને ભારત સરકારને મદદ કરવાની અપીલ કરે તો શું તેના પર કોઈ ચર્ચા થઈ છે, તો રવીશ કુમારે જણાવ્યું હતું કે, અમને પાકિસ્તાન તરફથી એવો કોઈ અનુરોધ મળ્યો નથી. જો એવી કોઈ પરિસ્થિતી આવશે તો અમે જરૂર તેના પર વિચાર કરીશું.
#WATCH Raveesh Kumar, MEA (Ministry of External Affairs) on video of Pakistani students in China asking for help from India: We have not received any request regarding it from Pakistan Government. But, if such a situation arises and we have resources then we will consider it. pic.twitter.com/3iSufILHqi
— ANI (@ANI) February 6, 2020
રવીશ કુમારે આગળ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી અમારી પાસે એવી કોઈ રિક્વેસ્ટ આવી નથી, પણ જો એવી કોઈ પરિસ્થિતી આવશે, અમે જરૂરથી તેના પર વિચાર કરીશું.
READ ALSO
- જાણો PMAY હેઠળ કોને મળશે આવાસ, જો કોઈ સમસ્યા હોય તો આ હેલ્પલાઈન નંબર પર કરો ફોન
- બેંકમાંથી લોન લીધી છે પરંતુ ભરવા માટે અસક્ષમ છો? તો ગભરાશો નહિ, જાણી લો તમારા માટેનાં આ અધિકાર વિશે
- વ્હાલાં – દવલાંની નિતી ?, માસ્ક ના પહેરવા બદલ પ્રજા પાસેથી 1000નો દંડ, પોલીસે વિભાગીય જવાનો પાસેથી રૂ. 300નો દંડ વસૂલ્યો
- ફાયદો/ ટ્રેન ટિકિટ બુક કરાવવા પર મળશે 10 ટકાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે લાભ
- સુરત/ માસ્કના નામે પૈસાની ઉઘરાણી કરનાર હોમગાર્ડ ઝડપાયો, પોલીસે ગુન્હો