GSTV
India News ટોપ સ્ટોરી

મોદી સરકાર માટે સારા સમાચાર: પાટા પર પરત ફરી રહી છે ભારતીય ઈકોનોમી, બીજા ક્વાર્ટરમાં GDPમા 8.4 ટકાનો ગ્રોથ

GDP

ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેતો હવે આંકડાઓમાં દેખાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં 8.4 ટકા જીડીપી ગ્રોથના આંકડા સામે આવ્યા છે.

GDP ના મોર્ચે સારા સમાચાર

India Q2 GDP: હકીકતમાં કોરોના સંકટ વચ્ચે સતત બીજા ક્વાર્ટરમાં GDP મોરચે મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO)એ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના GDP પરિણામો જાહેર કર્યા છે. બીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 8.4 ટકા રહ્યો છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો થયો હતો.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો ગ્રોથ રેટ રેકોર્ડ 20.1 ટકા હતો. કોઈપણ દેશના આર્થિક સ્વાસ્થ્યને માપવા માટે જીડીપી એ સૌથી સચોટ માપ છે. જીડીપીમાં તીવ્ર રિકવરી સાથે, અર્થતંત્ર પાટા પર પાછા આવવાના સંકેતો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. તે પછી બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 0.4 ટકા હતો. ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ) GDP ગ્રોથ રેટ 1.6 ટકા નોંધાયો હતો. આમ નાણાકીય વર્ષ 2020-21 માટે જીડીપી વૃદ્ધિ દર -7.3 ટકા હતો.

GDP

રેટિંગ એજન્સીઓનો અંદાજ

તમામ એજન્સીઓએ બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7થી 9 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો હતો. RBIએ બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. ઈન્ડિયા રેટિંગ્સે બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો, એજન્સીના જણાવ્યા મુજબ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન GDP ગ્રોથ 9.4 ટકા રહી શકે છે.

જ્યારે ICRAએ નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટર માટે તેના જીડીપી વૃદ્ધિ અંદાજને વધારીને 7.9 ટકા કર્યો. ICRA મુજબ નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રના વોલ્યુમમાં વધારો થવાથી સમર્થન મળ્યો છે.

Read Also

Related posts

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો

Hardik Hingu

70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ

GSTV Web Desk
GSTV