GSTV
Home » News » ફાઇનલ જીતાડશે આ 11 ‘સિંઘમ’, ત્રીજી ટી-20માં ટીમ ઇન્ડિયામાં થશે આ મોટા ફેરફાર

ફાઇનલ જીતાડશે આ 11 ‘સિંઘમ’, ત્રીજી ટી-20માં ટીમ ઇન્ડિયામાં થશે આ મોટા ફેરફાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચની ટી-20 સીરીઝ હવે 1-1થી સરભર થઇ ગઇ છે. જેની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે 10 ફેબ્રુઆરીના રોજ હેમિલ્ટનમાં રમાશે. ચાલો બંને ટીમો વચ્ચે કાંટેની ટક્કર થાય તે પહેલાં જાણી લઇએ સંભવિત પ્લેઇંગ ઇલેવન.

ઓપનર

ટીમ ઇન્ડિયાના બે વિશ્વાસપાત્ર ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન પર ટીમ આધારિત છે અને ભારતને મજબૂત શરૂઆત અપાવવાનું કામ આ બંને ધૂરંધર કરી શકે છે. ગત મેચમાં પણ ધવન-રોહિતની જોડીએ કીવી બેટ્સમેનની ધોલાઇ કરી હતી. રોહિતે જ્યાં 29 બોલ પર 50 રન ફટકાર્યા હતાં ત્યાં ધવને 30 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

મિડલ ઑર્ડર

ગત બંને મેચમાં વિજય શંકરે સારી બેટિંગ કરી હતી પરંતુ બોલીંગમાં ટીમને તેનો ફાયદો ન મળ્યો. તેવામાં કદાચ અંતિમ ટી-20માં શુભમન ગિલને તક આપવામાં આવે. જો એવું થાય તો તે ત્રીજા નંબરે બેટિંગ કરતો નજરે પડશે.

શુભમન ગિલ બાદ ચોથા નંબરે ગત મેચમાં અણનમ 40 રનની ઇનિંગ રમનાર યુવા બેટ્સમેન ઋષભ પંત ઉતરી શકે છે. ઋષભ પંતની હાજરીમાં મીડલ ઓર્ડર બેટિંગમાં ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતી મળી શકે છે.

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પોતાની બેટિંગ સ્કીલથી ન્યૂઝીલેન્ડના બોલર્સ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ધોની પંત બાદ પાંચમા નંબરે ઉતરી શકે છે. ગત મેચમાં પણ ધોનીએ 20 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડ સામે દિનેશ કાર્તિક વધુ પ્રભાવી ન રહ્યો. જો કે તે છઠ્ઠા નંબરે મુશ્કલીની ઘડીમાં વિરોધી ટીમ માટે મુશ્કલી ઉભી કરવામાં માહેર છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલીંગ બંનેમાં આક્રામક છે. પંડ્યા સાતમા નંબરે બેટિંગ કરતો જોવા મળી શકે છે.

ગત મેચના હીરો અને મેન ઑફ ધ મેચ ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું સ્થાન નિશ્વિત માનવામાં આવે છે. તેણે ગત મેચમાં તરખાટ મચાવતા ત્રણ વિકેટ ઝડપી હતી.

બીજી ટી-20માં કમબેક કરનાર સ્વિંગ સ્પેશિયાલિસ્ટ ભુવેશ્વર કુમારનું સ્થાન પણ નિશ્વિત છે. ભુવીએ ગત મેચમાં એક મહત્વની વિકેટ લીધી હતી અને કીવી બેટ્સમેનોને સિમિત રાખ્યાં હતાં.

ગત મેચમાં યુજવેન્દ્ર ચહલ કંઇ ખાસ કમાલ કરી શક્યો ન હતો. તેના બદલે ચાઇનામેન કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે.

યુવા ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ફરી એકવાર પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શકે છે. ગત મેચમાં ખલીલે શાનદાર બે વિકેટ ઝડપી હતી.

Read Also

Related posts

ક્લબમાં ગયેલા ગ્રાહકને ડાન્સરોએ જબરદસ્તી દારૂ પીવડાવી લુંટી લીધો, 8 કલાક સુધી રાખ્યો કેદ

Ankita Trada

એલઆરડી મુદ્દે ધરણાં કરી રહેલી મહિલાઓના સમર્થનમાં આવ્યા આ વિદ્યાર્થી નેતા

Nilesh Jethva

આ કોંગી ધારાસભ્યએ પોતાના વિસ્તારના વિકાસનાં કામના ઉદ્ઘાટનમાં સીએમ પધારે તેવી કરી વિનંતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!