GSTV

અોગસ્ટથી પોસ્ટ અોફિસના ખાતાધારકોને મળશે વધુ અેક સુવિધા

Last Updated on July 30, 2018 by Karan

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી કામકાજ શરૂ કરવાને લઇને ક્લિયરન્સ મળ્યા બાદ ઓગસ્ટમાં 650 બ્રાન્ચ અને લગભગ 17 કરોડ એકાઉન્ટ સુધી પહોંચવાની આશા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના એમડી અને સીઇઓ સુરેશ શેઠીએ કહ્યું કે, હવે અમારી નજર લોન્ચ ડેટ પર છે. એક ઓપરેશનલ , ટેકનોલોજી અને માર્કેટ પ્રોસ્પેક્ટિવની નજરથી અમે લાઇવ જવા માટે તૈયાર છીએ. તેમણે એ વાતને સમર્થન આપ્યું હતું કે, આરબીઆઇએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કને ટેસ્ટ કર્યા બાદ ઓપરેશન માટે મંજૂરી આપી દીધી છે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના લોન્ચની તારીખ ફાઇનલ એપ્રુવલ આરબીઆઇ પાસે પેન્ડિંગ છે. સૂત્રોના મતે, કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી આઇપીપીબીને ઓગસ્ટમાં લોન્ચ થવાની આશા રાખી રહ્યા છે. લોન્ચ શેડ્યુલ અંગેના સવાલ પર શેઠીએ કોઇ તારીખનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે, તમામ તૈયારીઓ થઇ ગઇ છે અને અમે લોન્ચિંગ માટે બિલકુલ નજીક છીએ. આઇપીપીબી પેમેન્ટ્સ બેન્કની મંજૂરી મળનારી એરટેલ અને પેટીએમ બાદ ત્રીજી કંપની બનશે.

પોસ્ટ ઓફિસમાં ડિઝિટલ બેન્કિંગ સર્વિસ શરૂ થયા બાદ એકાઉન્ટ ધારકો પોતાના એકાઉન્ટથી કોઇ પણ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. નોંધનીય છે કે પોસ્ટ ઓફિસમાં કુલ 34 કરોડ બચતખાતા ધારક છે. જેમાં 17 કરોડ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ્સ છે. બાકીના બચત ખાતામાં મંથલી ઇન્કમ સ્કીમ અને રિકરિંગ ડિપોઝિટ સામેલ છે.

ખાતાધારકોને પોતાના આઇપીપીબી એકાઉન્ટથી સુકન્યા સમૃદ્ધિ, રિકરિંગ ડિપોઝીટ, સ્પીડ પોસ્ટ જેવી પ્રોડક્ટ્સ માટે પેમેન્ટનું ઓપ્શન મળશે. સરકારના મતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક હેઠળ ભારતમાં આવેલી લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસની બ્રાન્ચ ગ્રાહકો માટે લાસ્ટ માઇલ એક્સેસ પોઇન્ટની જેમ કામ કરશે અને 650 પેમેન્ટ બેન્ક સિવાય તમામ પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેન્કની સુવિધા લેવાનો વિકલ્પ મળશે.

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!